પોસ્ટ્સ

ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનો.....

છબી
માત્ર થોડાં દાયકામાં આ પરિસ્થિતિમાં જે જડમૂળથી પરિવર્તન આવ્યા છે તે જ આવતીકાલ કેવી કપરી હશે એ દેખાડે છે. એક તરફ છે સ્ત્રીશિક્ષણનો વ્યાપ. સ્ત્રીઓ આર્થિકરીતે સ્વતંત્ર થતી ચાલી છે. એટલે વર્ષો સુધી જળવાયેલા પુરુષોના આધિપત્યના ફુગ્ગામાં છેદ તો પાડવાનો જ ને ? એવું નથી કે વાત માત્ર મોટા શહેરોની છે , હવે તો નાના ગામ કસ્બા પણ એમાં શામેલ છે.  એમ કહેવાય છે કે ઘણીવાર સત્ય કલ્પના કરતા પણ વધુ વિચિત્ર હોય છે. તાજેતરમાં જ થોડાં   કિસ્સા જાણમાં આવ્યા. એ પણ તમામ , મુંબઈ , સુરત, અમદાવાદ, રાજકોટ કે પુનામાં બનેલા  . આપણે માણીયે કે માત્ર ઉત્તર ભારતનો સમાજ પુરુષપ્રધાન છે. સેલમાં બે પાંચ સાડી લેવી હોય કે પછી બહારગામ જવું હોય તો પતિની પરવાનગી માંગવી પડે. અરે!  ઉત્તર ભારત, ફ્રીજ કે માઇક્રોવેવ જે કિચનમાં સ્ત્રી વાપરવાની છે એ ખરીદવું હોય કે વોશિંગ મશીન, પસંદગી પુરુષની કરે.. આપણે  ત્યાં સ્થિતિ થોડી સારી પણ સૌ એવું નથી ,  તો ય બાંદ્રાની ફેમિલી કોર્ટમાં કેસનો ભરાવાનો ગ્રાફ ઉપર ગતિ કરે છે. હમણાંની જ વાત છે. વરકન્યા બેઉ આઈટી ગ્રેજ્યુએટ. બેંગ્લોરમાં મોટી સોફ્ટવેર કંપનીમાં સાથે કામ કરતા હતા ને પ્રેમ થઇ

આવજો સોનલબેન ...

છબી
  સોનલ શુક્લ , એક વ્યક્તિત્વ જેને મળવાથી પ્રભાવિત તો થઇ જ જવાય. પત્રકારત્વના વર્ષો દરમિયાન મળવાનું થયું પણ ઘણું ખરું પાછળ વર્ષોમાં. સમાચાર માટે કોલમ લખવી એવો આગ્રહ મારો હતો. પહેલા તો લાગ્યું કે નહીં જ લખે પણ ફોન પર થતી વાતચીત પછી માની ગયા . ત્યાં સુધી હું તેમને મળી પણ નહોતી. પત્રકારત્વમાં હોવું અને સોનલ શુક્લને રૂબરૂ ન મળ્યા હો એ વાત થોડી અજુગતી છે. નામ અને કામથી તો વર્ષોથી પરિચિત હતી. હું જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસમાં હતી ત્યારે એમની સમકાલીનમાં આવતી કોલમ અને ગાંધી સાહેબ વાતચીતમાં  સોનલબેનને વુમન લિબેરશનવાળા કહીને ટાંકતા.  વુમન લિબેરશનવાળા , વાચાના સંચાલિકા પણ સોનલબેનને મળો તો લાગે કે એ સંપૂર્ણતઃ વિદુષી છે. એમના કોઈ અભિગમમાં પુરુષદ્રેષી વાત ફક્ત કરવા ખાતર ન હોય. તમામ વિષયો પર એમની વાતો અને અભિપ્રાય એકદમ ઠોસ વજૂદવાળા.  નિકટના સંપર્કમાં આવ્યા પછી નિયમિત બે વાર તો મળવાનું નક્કી રહેતું. એક નવા વર્ષે અને એક તેમના જન્મદિને 12 જુલાઈ એ. એ સમયે લગભગ મોટાભાગના મિત્રો હાજર હોય. ખાણીપીણી ને વાતોનો દોર પૂરો જ ન થાય.  કોવિડ ના કારણે એના પર બે વર્ષથી બ્રેક લાગી ગઈ હતી. એ દરમિયાન સોનલબેન પોતે પણ કોવિડગ્

#MeToo

છબી
It followed soon after the sexual misconduct allegations against Harvey Weinstein. Tarana Burke, an American social activist and community organizer,  began  using the phrase " Me Too " as early as 2006, and the phrase was later popularized by American actress Alyssa Milano, on Twitter in 2017. મને બિલકુલ ખબર છે કે આ લેખ વાંચીને મોટાભાગની બહેનો મારા પર નારાજ થઇ જશે. કેટલાક ભાઈઓ જેમને ક્યારેય સ્ત્રીઓનો વાંક સાત ગાઉ સુધી નથી દેખાતો તેમની પણ ખફગી વહોરી લેવી પડશે, પણ એક સાંત્વન છે કે હું ,એટલે લખનાર પોતે સ્ત્રી છું. એટલે કે કોઈ પુરુષ લખે તો એ કદાચ દલીલ લાગતે પણ એક સ્ત્રીની વાત તટસ્થ મૂલ્યાંકનમાં લેખાય શકે છે. કહેવાનો ઉદ્દેશ એવો લાગીરેક નથી કે સ્ત્રીએ મૂંગે મોઢે શોષણનો ભોગ બનવું જોઈએ પણ અત્યારે થઇ રહ્યું છે એમાં ઉદ્દેશ ઓછો ને ઉપહાસ વધુ થઇ રહ્યો છે. થોડા વર્ષો પહેલા હું જે અખબાર માટે કામ કરતી હતી તેના કાર્યાલયમાં થોડા ઓફિસરો આવ્યા  . કહે કે અહીં નારી સુરક્ષા માટે જે કમિટી હોવી જોઈએ તે કેમ નથી ? આ ઓફિસરોને શું સમજાવવું ? કે આ પત્રકારિણીઓ પુરુષ પત્રકારોના માથાં ભાંગી નાખ

પંચવર્ષીય યોજના બ્રેઈન ચાઈલ્ડ કોનું હતું?

છબી
આપણે ભારતીયની એક ખાસિયત છે. ઘરઆંગણાના હીરની કિંમત ન થાય જ્યાં સુધી એને વેસ્ટર્ન વર્લ્ડ સત્કારે નહીં.ભલું થજો ગૂગલનું કે એ આપણા ભારતીયો જેવું નગુણું નથી. એ તો કોઈની જન્મજયંતિ હોય કે મૃત્યુતિથિ કે પછી કોઈ યાદગાર દિન પ્રજ્ઞાવાન લોકોને તેમના કામને અંજલિ આપવાનું ચૂકતું નથી. એ પછી ગાંધીજી હોય કે ટાગોર, સરોજિની નાયડુ હોય કે ભારતની સહુ પ્રથમ લેડી ડોક્ટર ડો. અસીમા ચેટર્જી , બેગમ અખ્તર ,ઉસ્તાદ અલ્લારખાં આ તમામના ડૂડલ ગૂગલ એક દિવસ માટે મૂકી ચૂક્યું છે. એ પછી  દર ભારતીય દર વર્ષની જેમ આ વખતે પણ 15મી સપ્ટેમ્બર આવી ને ગૂગલે ડૂડલે મૂક્યું પણ  ભારતીયોને તો યાદ પણ નહીં  હોય આ વિશ્વસરૈયા , હા, નાનપણમાં જયારે માયસોરનો વૃંદાવન ગાર્ડન જોઈને આખો ફાટી જતી ને એના આર્કિટેક્ટનું નામ સરખું ઉચ્ચારાઈ શકતું એ મોક્ષગુન્દમ વિશ્વસરૈયા.. Sir MV ; 15 September 1861 – 12 April 1962) લોકોને હવે ખાસ કરીને નવી પેઢી આ નામથી અજાણ હશે પણ એ વિચક્ષણ પ્રતિભાને એમ વિસરી શકાય નહીં. જયારે ભારત બ્રિટિશ ઇન્ડિયા કહેવાતું એ સમયની વાત છે. રાતના ટ્રેન સેંકડો ઉતારુને લઈને દોડી રહી હતી. બોગીમાં એક નવયુવાન સૂતો હતો અને અ

कमाल करते है यह जलनेवालो भी महफ़िल खुद सजाते है और चर्चें हमारे करते है

છબી
આજ સવારથી મિચ્છામિ દુક્કડમના  મેસેજની વણઝાર હતી. આ ગણેશ ચતુર્થી અને સંવત્સરી એક જ દિવસે આવે એટલે જૈનોના ફોન જામ થઇ જાય. બધા મેસેજનો સૂર એક , બોલ્યું ચાલ્યું માફ. ફિલોસોફી અતિ ઉત્તમ, પણ વર્ષોવર્ષ આ સિલસિલો ચાલે રાખે છે. પ્રશ્ન પાયાનો એ છે કે આ મનદુઃખનું એપિસેન્ટર શું ? વિચાર કરશો તો એક જ ક્ષણમાં જવાબ મળી જશે.  રાઈટ , એ જ વાત છે.  આજકાલ થાય છે એવું કે ડિજિટલ મીડિયાને કારણે દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે. હજી તો ઘટના બની રહી છે ને સમાચાર  માધ્યમો સુધી પહોંચે એ પહેલા FB live,twitter, Snapchat ,ઇન્સ્ટાગ્રામ આપણેને એક જ સેકન્ડમાં પહોંચાડી દે. સ્વાભાવિક છે કે આ ક્રાંતિ જોઈને જર્નાલિઝમના સીન બદલાઈ ગયા છે. હજી સ્ટોરી રિપોર્ટર સુધી પહોંચે , એ જુએ, લખે , એની વિશ્વસનીયતા જાણે એ પહેલા તો કરોડો લોકો સુધી પહોંચી ગઈ હોય. હવે બચારા પ્રચાર માધ્યમો કરે તો કરે શું ? જેને પત્તરકારોં (હિન્દી slang) પર એવી તવાઈ લાવી મૂકી છે કે એમને રોજ જ એક્સકલુઝિવ સ્ટોરીની શોધમાં દર દર ભટકવું પડે. આ વાત માત્ર ઇન્ડિયા પૂરતી સીમિત નથી. દુનિયા આખીમાં આ જ હાલત છે. પ્રિન્ટ મીડિયાની તો વાત જ ન પૂછો , એટલે છેલ્લા કેટલાય સમયથી

ઉંબરા જયારે ડુંગરા થાય ..... આ ઘડપણ કોણે મોકલ્યું ?

છબી
જિંદગી  ઘણીવાર એવા વળાંક પર આવીને માનવીને ઉભા રાખી દે કે એ પરિસ્થિતિ માટે ખુશ થવું કે દુઃખી થવું એ જ ન સમજાય. એવું જ કઇંક હમણાં થયું. 19મી ઓગસ્ટ હતો ફોટોગ્રાફી ડે, એ નિમિત્તે બીબીસીએ ફોટો જર્નલિસ્ટ પાસે પોતાની કારકિર્દીના શ્રેષ્ઠ કહી શકાય એવા ફોટોગ્રાફ્સ મંગાવ્યા હતા.પ્રેસ ફોટોગ્રાફરોએ પોતાની કારકિર્દી દરમ્યાન બનેલા પિક્ચર્સ મોકલ્યા એમાં એક વાત બની. એક તસ્વીર હતી દાદી દીકરીના મિલનની  . ફોટોગ્રાફર કલ્પિત ભસેચ દ્વારા શેર કરાયેલી  . તસ્વીર હતી  વૃદ્ધાશ્રમમાં રહેતા દાદી અને તેમની પૌત્રીના આકસ્મિક મિલનની.  19 ઑગસ્ટ, 2018 પછી આ તસવીર રાષ્ટ્રીય કક્ષાએ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ  છે.  ક્રિકેટર હરભજન સિંઘ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક લોકોએ આ ફોટોગ્રાફને રિ-ટ્વીટ પણ કર્યો છે. આ તસવીર હાલમાં બીબીસી સાથે કામ કરતા અમદાવાદના સિનિયર ફોટો જર્નાલિસ્ટ કલ્પિત ભચેચે ખેંચી હતી. આ તસવીર કેવી રીતે ખેંચવામાં આવી હતી તે વિશે એમણે કહ્યું કે 2007ની સાલમાં એમને મોબાઈલ ફોન પર મણિનગરની GNC સ્કૂલનાં પ્રિન્સિપાલ રીટાબેન પંડ્યાનો ફોન આવ્યો. Skip Twitter post by @AKrisnapriya Vi

ચિનોય સેઠ ,જિનકે અપને ઘર શીશેં કે હો ,વો દૂસરો પર પથ્થર નહીં ફેંકા કરતે ...

છબી
ઇન્ડિયા એક બળાત્કારી દેશ છે , અહીં વસતા તમામ મારા ભાઈ બહેન બળાત્કારી છે. હું પોતે બળાત્કારી છું , આવું વાંચી ,સાંભળીને ઝાટકો લાગે ? ચોક્કસ લાગે પણ આ શબ્દ છે પાંચ  વર્ષના છોકરાના જે માસૂમ છોકરો રેપ શું છે જાણતો નથી પણ એને લાગે છે કે ઈંડિયા આખો રેપિસ્ટનો દેશ છે  . અને , એની માન્યતા માટે જવાબદાર છે આજનું મીડિયા , સેલફોન, વૉટ્સએપ અને માબાપ બનવા માટે નાલાયક એવી પ્રજા  .   જે દિકરીઓ પાશવી બળાત્કાર અને હત્યાનો ભોગ બની છે તેમની સાથે પૂરો ન્યાય થવો જોઇએ એ સૌથી પહેલી વાત. હવે બીજી મુખ્ય વાત. અચાનક જ કાલથી ઇસ્તાનબુલથી લઈને લંડન, પાકિસ્તાન, આરબ દેશોમાં રાતોરાત ઈન્ડિયા કેવો બળાત્કારીઓનો દેશ છે તેવું લખાણવાળા ટીશટૅ પહેરેલ પિક્ચર વાઈરલ થઈ ગયા. જેનું કારણ આ અબુધ પાંચ વર્ષના બાળકની માનસિકતા ઘડાઈ રહી છે તે  . ભલા માણસ, look whos talking???  જુઓ તો ખરા કોણ બોલે છે ને કોને કહે છે ? જે દેશમાં સ્ત્રી કરતાં ગાયની કિંમત વધુ હોય, તે દેશમાં ઇન્ડિયામાં થયેલા બનાવની ચર્ચા છે. એવા  દેશમાં જ્યાં આજે પણ કારોકારીની પ્રથા કાનૂનીરીતે માન્ય છે તે પાકિસ્તાનમાં આજે ઇન્ડિયા રહેવા અયોગ્ય દેશ છે