ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનો.....




માત્ર થોડાં દાયકામાં આ પરિસ્થિતિમાં જે જડમૂળથી પરિવર્તન આવ્યા છે તે જ આવતીકાલ કેવી કપરી હશે એ દેખાડે છે. એક તરફ છે સ્ત્રીશિક્ષણનો વ્યાપ. સ્ત્રીઓ આર્થિકરીતે સ્વતંત્ર થતી ચાલી છે. એટલે વર્ષો સુધી જળવાયેલા પુરુષોના આધિપત્યના ફુગ્ગામાં છેદ તો પાડવાનો જ ને ? એવું નથી કે વાત માત્ર મોટા શહેરોની છે , હવે તો નાના ગામ કસ્બા પણ એમાં શામેલ છે. એમ કહેવાય છે કે ઘણીવાર સત્ય કલ્પના કરતા પણ વધુ વિચિત્ર હોય છે. તાજેતરમાં જ થોડાં   કિસ્સા જાણમાં આવ્યા. એ પણ તમામ , મુંબઈ , સુરત, અમદાવાદ, રાજકોટ કે પુનામાં બનેલા  . આપણે માણીયે કે માત્ર ઉત્તર ભારતનો સમાજ પુરુષપ્રધાન છે. સેલમાં બે પાંચ સાડી લેવી હોય કે પછી બહારગામ જવું હોય તો પતિની પરવાનગી માંગવી પડે. અરે!  ઉત્તર ભારત, ફ્રીજ કે માઇક્રોવેવ જે કિચનમાં સ્ત્રી વાપરવાની છે એ ખરીદવું હોય કે વોશિંગ મશીન, પસંદગી પુરુષની કરે.. આપણે  ત્યાં સ્થિતિ થોડી સારી પણ સૌ એવું નથી ,  તો ય બાંદ્રાની ફેમિલી કોર્ટમાં કેસનો ભરાવાનો ગ્રાફ ઉપર ગતિ કરે છે.

હમણાંની જ વાત છે. વરકન્યા બેઉ આઈટી ગ્રેજ્યુએટ. બેંગ્લોરમાં મોટી સોફ્ટવેર કંપનીમાં સાથે કામ કરતા હતા ને પ્રેમ થઇ ગયો. માબાપે તેમના નિર્ણયને વધાવી લીધો.. જાન આવી. સામાન્યરીતે ચાલે તેમ ઠઠ્ઠા મશ્કરી ચાલતા હતા. કન્યા વરમાળા પહેરાવવા આવી પહોંચી. જેવી એ માળા પહેરાવવા જાય કે વરરાજાના  મિત્રો એને ઉંચે ચઢાવી દે. એક વાર, બે વાર, ત્રણ વાર. મુર્હર્ત વીતતું જતું હતું. કન્યાએ પોતાના પતિ થવા આવેલા પ્રેમીને કહ્યું કે બસ હવે , ચલ હવે રમત કર્યા વિના હાર પહેરી લે. વરરાજો બિચારો કંઈ બોલે એ પહેલા દોસ્તોએ ફરી ઊંચકી લીધો. બસ, કન્યાશ્રીનો મિજાજ ફટક્યો. જા, લગ્ન જ કેન્સલ. બેસી રહે દોસ્તો સાથે. ભારે કાલાવાલા પછી પણ કન્યા ન માની ને જાન પછી ફરી. સાંભળીને તમ્મર આવી જાય એવી વાત. પણ દરેક કિસ્સામાં આટલી બદમિજાજી કારણ નથી હોતી.બીજા એક પ્રસંગે થયું એવું કે લગ્ન લેવાયા હતા. જાન માંડવે આવી , વરરાજા  ચોરીમાં  આવીને બેઠો ને ફેરાં નહોતા થયા પણ થનાર વર  વહુ વચ્ચે કંઇક વાતચીત થઇ. જાનૈયાઓ તો ખાણીપીણી  સાથે ગામ ગપાટાં મારતાં બેઠા હતા ને અચાનક બબાલ થઇ. કન્યા કહે મારે આ છોકરા સાથે પરણવું નથી. 
રંગે ચંગે ચાલી રહેલા પ્રસંગમાં સોપો પડી ગયો  .. એવું તો અચાનક શું થઇ ગયું ? 
ન કોઈ દહેજની વાત હતી ના કોઈ વેવાઈ પક્ષો વચ્ચે થયેલા મનમૂટાવ , તો પછી ?
ત્યારે કન્યા બોલી કે આ મૂરતિયાને સાદું ગણિત પણ આવડતું નથી. એવાં ડફોળને કેમ કરી પરણવું?

વાત એવી બની હતી કે કન્યાએ કોઈક વાતમાં દુલ્હાને પૂછ્યું કે સત્તર વત્તા છ કેટલાં ? દુલ્હો ગૂંચવાયો. સાચો જવાબ ન આપી શક્યો  કારણ કે એને સાદી ગણતરી કરતા પણ આવડતું નહોતું  . વર પક્ષે બાયોં ચઢાવી. આવું અપમાન? આવી નાની ક્ષુલ્લક વાત માટે લગ્નની ના ભણનાર કન્યાની આ હિંમત?  સહુએ સમાજના ઠેકેદાર બની હો હા કરી મૂકી  . હોય કંઈ ? આવી નાની ક્ષુલ્લક વાતમાં કન્યા આમ રૂસણું લે ? ને વળી પરણવાની ના પાડી ને મંડપમાં હાજર  ભળતાને જ પરણે ? નક્કી કોઈ લફરાંવાળી વાત હશે.
સમજાવટ  ધાકધમકી અને બંને પક્ષે કાપાકાપીની વાત આવી તો ય કન્યા એકની બે ન થઇ. વાત વધુ વણસી ને ધીંગાણું થવાનું  જ હતું ને પોલીસની એન્ટ્રી થઇ. પોલીસના આવવાથી જાનહાનિ  અને મારામારી થતાં રહી ગઈ. પોલીસે પણ કન્યાને એ જ પ્રશ્ન પૂછ્યો : કોઈ આટલી નાની સરખી વાતમાં લગ્ન ફોક કરવા સુધી જાય ?
પોલીસે તો પૂછ્યું પણ જાનૈયા પણ એ જ વાત પૂછી રહ્યા હતા. પોલીસ આવી ને બબાલ વધુ મચી એટલે પ્રેસવાળા દોડી આવ્યા. ટીવી પર, અખબારમાં આ સમાચાર છપાયા છે પણ નથી છપાઈ કન્યાની કેફિયત.
કેમ ? આ નાની વાત કહેવાય ? છોકરો મંદબુદ્ધિ હોય શકે , અભણ હોય શકે , કદાચ ડિસ્લેક્સીયાનો રોગી હોય શકે, જે વાત છુપાવી હોય, આવનાર પેઢી વારસાગતરીતે આ રોગનો ભોગ બની શકે.
વાત છૂપાવનાર મુરતિયાના માબાપ દોષી  નહીં ને કન્યાના કેરેક્ટર સામે સવાલ ઉઠાવવા મંડ્યા?

એવા જ વધુ એક  બનાવનું પુનરાવર્તન  થોડાં દિવસે થયું. રંગે ચંગે જાન આવી ને સામૈયું થઇ રહ્યું હતું ત્યારે જ વરરાજા ભોંયભેગો થઇ ગયો. વાતાવરણમાં ઠંડક હતી. ગરમી કે ડિહાઈડ્રેશનને કારણે એમ નહોતું થયું. મંડપમાં ધમાલ મચી ગઈ . ડોક્ટર આવ્યા ત્યારે ખબર પડી કે ફીટ આવી હતી. દુલ્હા માટે આ પહેલીવારનું નહોતું  . એ એપીલેપ્સીનો પેશન્ટ હતો પણ વાત કન્યા પક્ષથી છુપાવેલી, કન્યા નસીબની બળવાન તે ફિટ મંડપમાં આવી. એ કિસ્સામાં પણ એ જ બન્યું જે પહેલા કિસ્સામાં બન્યું હતું. કન્યાએ લાખો સમજાવટ પછી પણ લગ્ન માટે હા ન પાડી તે ન જ પાડી . 
અહીં મીડિયા એ થોડી સહ્રદયતા વાપરીને આખી વાતને કન્યા સાથે થયેલી છેતરપિંડી માની. પણ પહેલા કેસમાં થયેલી વાતમાં મીડિયા અને જાનૈયા  વર્ત્યા કે કન્યાએ જાણે કોઈ અક્ષમ્ય અપરાધ કર્યો હોય. એમની દલીલ એવી હતી કે  ગણિત ન આવડે તે કોઈ ગુનો છે ? કન્યાની દલીલ ન કોઈ બહેરા કાનોએ સાંભળી ન આંધળા મિડિયાએ છાપી  .

 એ કન્યાનું કહેવું માત્ર એટલું જ હતું  કે આખી આ વાત કંઈ નાનીસુની છે ? લગ્ન નક્કી થતા હતા ત્યારે કહેવામાં આવેલું કે મુરતિયો ગ્રેજયુએટ છે. જયારે હકીકતમાં એ તો મેટ્રિક પાસ નહોતો. એક તો ડફોળ પાછો જુઠ્ઠો ,એ મુરતિયો જ નહીં ખાનદાન જ આખું જ જુઠ્ઠાડું , એવા જોડે લગ્ન કેમ કરવા ? . આ તો રીતસરની છેતરપિંડી  છે.

જોવાની ખૂબી તો એ છે કે આ વાત છે  આપણી , ઘર ઘર કી કહાની , ભારતમાં  પુરુષનું સ્થાન  હંમેશા  ચાર વહેંત ઊંચું જ રખાય છે. ગુજરાત , મહારાષ્ટ્ર , દક્ષિણ ભારત અને ખાસ કરીને મહાનગરોમાં સ્ત્રી પુરુષ વચ્ચે સમાનતાના દાવા જરૂર થાય છે પણ  સમાજમાં સ્ત્રી જયારે માથું ઊંચકીને ના પાડવા જેટલી હિંમત દાખવે એ વાત જ કલ્પના બહારની  છે છતાં આ પરિવર્તન આવી રહ્યું છે. એ માટે કોઈને યશ આપવો હોય તો રહેલા શિક્ષણના વ્યાપને જ આપી શકાય. એ ઉપરાંત જે રીતે આર્થિક પગભર થવાની માનસિકતા હવે વિકસી રહી છે તે એક મહત્વના બદલાવનું કારણ છે. 

અલબત્ત, આપણે ત્યાં માથાભારે કન્યાઓનો તોટો નથી. આજકાલ કન્યાઓની દાદાગીરી સાંભળો તો સાસુ થનાર સ્ત્રીઓને ગભરાટ થઇ જાય. ઘરમાં વહુને બદલે વીસનહોરી વાઘણ તો નથી આવી જતી ને !! 
અમારા મિત્ર મીનળ દીક્ષિત પાસે તો આવી વાતોનો ખજાનો છે. પતિ પત્નીને ડિવોર્સ લેવા હોય એમાં માબાપે ઘરબાર વેચી કચ્છ જઈને વસવું પડવું હોય એવા બનાવો પણ બને છે. 

અલબત્ત, આવા કિસ્સાઓથી લઇ નાનીસરખી હિંગનો વઘાર ન હોય તેવી વાતમાં  છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. એવા સંયોગોમાં સાવચેતીરૂપે કે પછી એવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હો ને માર્ગદર્શન ખપતું હોય તો એ માટે રોટરી ક્લબ ઓફ કફપરેડ દ્વારા લગ્નસંબંધી સમસ્યા ને સમાધાન પર એક સેમિનાર આયોજિત કર્યો છે. તારીખ છે 28 નવેમ્બર , 20 ડાઉનટાઉન , ઇરોઝ બિલ્ડીંગ , ચર્ચગેટ 

નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ શ્રી એસ.એન.વરિયાવા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. આપણા માનીતા મિત્ર પ્રીતિ ગડા સ્પીકર અને પ્રશ્ર ઉત્તર કાર્યવાહી સંભાળશે, અને હા, એક વધુ નજરાણું પણ છે. યસ, સરપ્રાઇઝ્ઝઝ્ઝ !! 

એન્ટ્રી નિઃશુલ્ક છે. 


સમસ્યાનું સમાધાન થયા પછી ડિનરની વ્યવસ્થા છે. જેના રૂપિયા 700 છે. રજીસ્ટ્રેશન જરૂરી છે. એ માટે પિન્કી દલાલ 9167019000 પ્રીતિ ગડા 920137138 નંદિની ત્રિવેદી 8816966277ને સંપર્ક કરી શકો છો.

જાયેં 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Ladies Special

કભી આંસુ , કભી હંસી .....

આવજો સોનલબેન ...