પોસ્ટ્સ

ફેબ્રુઆરી 26, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કભી આંસુ , કભી હંસી .....

છબી
50 વર્ષની આરાધના રાત્રે સિરિયલ જોઈને બેડરૂમમાં ગઈ. પતિદેવ નસકોરાં બોલાવતાં હતા.  આરાધનાને થોડી બેચેની અકારણે જ વર્તાઈ રહી હતી પણ એવી કોઈ ગંભીર વાત ન લાગી કે તે માટે રાહુલની ઊંઘ ખરાબ કરાય. બંને વર્કિંગ. મહાનગરની દોડધામમાં રાહુલની રાત અગિયાર વાગ્યે થતી પણ સવારના પોણા છને ટકોરે ઊઠી આખો દિવસ ઘડિયાળને કાંટે ભાગતી આરાધનાની રાત એક પહેલાં ન પડે. બીજા દિવસે ટિફિનમાં શું જશે તેની પૂર્વતૈયારીથી લઈ સ્કૂલે જતાં બંને બાળકોની સ્કૂલબેગ, યુનિફોર્મની ઈસ્ત્રી, નાસ્તાની તૈયારી... કોઈ કામનો અંત જ નહીં. પતિ થાકે, બાળકો થાકે પણ આરાધનાથી થકાય? એવી એક રાત. લગભગ સાડા બારનો સુમાર અને આરાધનાને બેચેની વર્તાઈ રહી હતી. સોડા પીવાથી કંઈક રાહત લાગશે એમ માની સોડા પણ પીધી છતાં બેચેની ઓછી ન થાય. અચાનક ઊબકા જેવું લાગ્યું. આરાધના બાથરૂમમાં દોડી. એક ઊલટી થઈ ગઈ. જરા રાહત લાગી.  કિચનમાં જઈ ગ્લાસ ભરી ઠંડું પાણી પીધું. બેડરૂમમાં આવી બેડ પર બેઠી ને શું થયું ખબર જ ન પડી. બાજુમાં સૂતેલા રાહુલને પણ નહીં. સવારે પોણા છના ટકોરે ઊઠીને રોજિંદી ઘટમાળમાં લાગી જતી આરાધના ઊઠી જ નહીં. બાળકો પરેશાન. રાહુલને થયું આવી કેવી અશિસ્ત. પણ