कमाल करते है यह जलनेवालो भी महफ़िल खुद सजाते है और चर्चें हमारे करते है


આજ સવારથી મિચ્છામિ દુક્કડમના  મેસેજની વણઝાર હતી. આ ગણેશ ચતુર્થી અને સંવત્સરી એક જ દિવસે આવે એટલે જૈનોના ફોન જામ થઇ જાય. બધા મેસેજનો સૂર એક , બોલ્યું ચાલ્યું માફ. ફિલોસોફી અતિ ઉત્તમ, પણ વર્ષોવર્ષ આ સિલસિલો ચાલે રાખે છે. પ્રશ્ન પાયાનો એ છે કે આ મનદુઃખનું એપિસેન્ટર શું ? વિચાર કરશો તો એક જ ક્ષણમાં જવાબ મળી જશે. 
રાઈટ , એ જ વાત છે. 

આજકાલ થાય છે એવું કે ડિજિટલ મીડિયાને કારણે દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે. હજી તો ઘટના બની રહી છે ને સમાચાર  માધ્યમો સુધી પહોંચે એ પહેલા FB live,twitter, Snapchat ,ઇન્સ્ટાગ્રામ આપણેને એક જ સેકન્ડમાં પહોંચાડી દે. સ્વાભાવિક છે કે આ ક્રાંતિ જોઈને જર્નાલિઝમના સીન બદલાઈ ગયા છે. હજી સ્ટોરી રિપોર્ટર સુધી પહોંચે , એ જુએ, લખે , એની વિશ્વસનીયતા જાણે એ પહેલા તો કરોડો લોકો સુધી પહોંચી ગઈ હોય. હવે બચારા પ્રચાર માધ્યમો કરે તો કરે શું ?

જેને પત્તરકારોં (હિન્દી slang) પર એવી તવાઈ લાવી મૂકી છે કે એમને રોજ જ એક્સકલુઝિવ સ્ટોરીની શોધમાં દર દર ભટકવું પડે. આ વાત માત્ર ઇન્ડિયા પૂરતી સીમિત નથી. દુનિયા આખીમાં આ જ હાલત છે. પ્રિન્ટ મીડિયાની તો વાત જ ન પૂછો , એટલે છેલ્લા કેટલાય સમયથી એડિટર પોતે જ લોકોની કુતૂહલવૃત્તિ જગાવતી ,ગોસિપ લાવવાનું કહે છે , એ પછી ફિલ્મસ્ટાર્સની હોય, રાજનેતાઓની શેરવાની બિરયાની કે લાખો  રૂપિયાની પર્સની હોય પણ સ્ટોરી એવી જોઈએ જે કોફીટેબલ ટોક બને. એટલે કે એક જમાનામાં હુક્કો ગગડાવતાં ગામના ભાભુઓ ચોતરે ચર્ચા કરતા કે પછી ઓટલે ચાર ચોટલા મળીને જે કામ કરતા એ આજનું પત્રકારત્વ  .

એવી સ્ટોરીઓ વિષે આમ ટીકા કરતી વાત તો લખી પણ હકીકતે વાંચવી તો સહુને ગમે. તમને,મને,એમને,સહુને.

એવી એક સ્ટોરી છપાયેલી વાંચી, સહુને ખબર છે કે લંડનમાં આજે પણ પ્રિન્ટ મીડિયાનું વર્ચસ્વ સારું છે એનું કારણ એક માત્ર ગોસિપ સ્ટોરીઝ ,ખાસ કરીને સેન્ટ જેમ્સ ,બકિંગહામ પેલેસ ને રાજઘરાણાંની ગોસિપ માટે તો એકદમ ફેમસ.



થોડા વખત પહેલા છપાયેલી  એ સ્ટોરી પ્રમાણે રાજઘરાનાના એક સભ્યે પોતાનું નામ ગોપિત રાખવાની શરતે કહ્યું હતું કે નજીવા સમયમાં લોકોના દિલની રાણી બની બેસનાર ડાયેનાથી જો કોઈને જલન થતી હોય તો એની સાસુ કે, સાસરીની મહિલાઓને નહીં પતિ ચાર્લ્સને જ થતી હતી. અલબત્ત, આ કારણ પૂરતું નથી કે જેને કારણે ડાયેનાનું અપમૃત્યુ થાય પણ કહેવાનો અર્થ કે જલન , ઈર્ષા , ચચરાટ એવી ચીજ છે જે કોઈ પણ તંદુરસ્ત , પૈસાદાર, ગરીબ, માયકાંગલા, બોડી બિલ્ડર, રૂપાળા કે કદરૂપા, સ્ત્રી કે પુરુષ , નાના બાળકો કે ઉંમરલાયક વ્યક્તિ કોઈને પણ થાય. 

પ્રિન્સ ચાર્લ્સને લેડી ડાયેનાની જલન થતી હતી એનું કારણ એટલું કે એ પોતે પ્રિન્સ ને ડાયેના ને હજી રાજવી ટાઇટલ મળ્યું પણ નહોતું ત્યાં તો જ્યાં જાય ત્યાં ટોળાં ઉભી કરી દેતી. આપણા અભિમાન ફિલ્મના નાયક નાયિકા જેવો ઘાટ.

આ વાત હમણાં જ વાંચી એટલે મગજ પાર તાજી હતી પણ થોડા સમય પહેલા સોફિયા લોરેનનો ઇન્ટરવ્યૂ ક્યાંક વાંચ્યો હતો.

સોફિયા લોરેન હવે 80માં પ્રવેશી ચૂક્યા છે. ગમે એટલો મેકઅપ હવે તેમની ઉંમર છુપાવવા અસમર્થ છે. એમને હમણાં કોઈએ હિમ્મત કરીને પૂછ્યું ; મેડમ , પેલા ફોટોગ્રાફનું સત્ય શું હતું આખરે?

એ વિષે પહેલા તો સમજાયું જ નહીં પણ, સોફિયા લોરેનના ગોળ ગોળ જવાબ પરથી એટલો અંદાજ આવી શકતો હતો કે સોફિયા જયારે આજથી 6 દાયકા પહેલા જયારે હોલિવૂડમાં દમામદાર માથું બની ચૂકી હતી ત્યારે પેરેમાઉન્ટ ફિલ્મે એને માટે એક જબરદસ્ત પાર્ટી આયોજિત કરેલી, જેમાં લગભગ આખા હોલીવડને નિમંત્રણ હતું .




એ સમયે એક પ્લેબોય જેવા મેગેઝીનની મોડેલ કમ બાર ડાન્સર જેની મેન્સફિલ્ડ , આ નામ મોટાભાગના લોકોને યાદ નહીં હોય કારણકે 34 વર્ષે ગુજરી જનારી આ સેક્સ બૉમ્બ લેખાતી અભિનેત્રીએ હોલીવડમાં ખાસ કઈ કર્યું નથી. પણ,તે સમયે એનો સિક્કો પડતો . સોફિયા લોરેન નંબર વન સ્ટાર હતી તો આ સેક્સ સ્ટાર હતી. એ જરા મોડી પડી. કાર્યક્રમ ચાલુ થઇ ગયો હતો. એકે જગ્યા ખાલી નહોતી. એક જ ચેર ખાલી હતી, જ્યાં  સોફિયા લોરેન બેઠી હતી તે. આ જેની તો સડસડાટ ત્યાં સુધી પહોંચી ગઈ. સૅક્સબૉમ્બ હતી. વળી મોડી પડેલી એટલે આખા ઑડિયન્સનું ધ્યાન એની તરફ. એ વખતે ત્યાં હાજર કોઈ ફોટોગ્રાફરે એક આબાદ તસ્વીર મઢી લીધી  . એમાં દેખાય છે સોફિયાની નીલી નીલી આંખોમાંથી વરસી રહેલી જલન.

આ ફોટો એટલે બધો ચગ્યો કે વર્ષો સુધી સોફિયા જે કાર્યક્રમમાં જતી એ વિષે એને પ્રશ્ન પુછાતા રહેતા  .

સોફિયા પહેલા તો બચાવની ભૂમિકા હતી. પણ વિવાદ એટલો ચગ્યો કે કદી અપશબ્દો ન વાપરનાર સોફિયા લોરેને કહ્યું , અરે !! હું એના ડ્રેસ માટે ચિંતિત હતી , મને થયું કે ક્યાંક એની નીપલ મારી પ્લેટમાં ન આવી જાય.
સોફિયાની આ કમેન્ટ અક્ષરશ: અહીં ટાંકી છે. જે વિષે ફરી ઉહાપોહ હતો. 
આજે જયારે જેનીને ગુજરી ગયા ને વર્ષો વીતી ગયા છે ત્યારે પણ ક્યારેક કોઈ ટીખળી પત્રકાર આ વાત ઉકેલે છે. પણ, સમય સાથે સોફિયાબેનમાં ડહાપણ આવી ગયું છે. હવે એ કહે છે એક મને આ વિષે કશું યાદ નથી. અને બીજું, કે  જે પ્રશ્ન પૂછવા હોય મારા વિષે પૂછો બીજા વિષે નહીં, 
અલબત્ત, જલનનું કેવું છે લાકડું આમ તો બળી ગયું છે , રાખ પણ વળી ચૂકી છે છતાં, અંદર કશુંક જલે છે. 

આ બે બનાવ અચાનક જ યાદ આવ્યા જલનની વાત પર. 

થોડા વખત પહેલા યાદ છે યુએસ પ્રેસિડેન્ટના  સેલ્ફી લેતા પિક્ચર પબ્લિશ થયેલા ?


એમાં બીજું તોજોવા  જેવું શું હોય ? જોવા જેવો ચહેરો તો ફર્સ્ટ લેડી મિશેલ બેનનો હતો. એ પિક્ચર અહીં શેર કર્યા છે. ગૂગલ પર સર્ચ કરશો તો ઢગલો મળશે.

યાદ છે પેલા ફાટીને ધુમાડે ગયેલા નોર્થ કોરિયાના  સુપ્રીમ કમાન્ડર કિમ-જોંગ-ઉન ? આ એ વ્યક્તિ છે થોડા વર્ષ પહેલા  પોતાના કાકાને સજારૃપે દેહાંતદંડ તો ફરમાવ્યો પણ ક્રૂરતાની તમામ સીમા આંટી જાય તેવો. કિમ-જોંગ-ઉને પોતાના કાકાને સજા કરવા માટે તેમને નગ્ન કરી તેમની પર બાર ભૂખ્યા વરૃ જેવાં કૂતરાં છોડી દીધાં હતાં. જેને કાકાને જીવતો ફાડી ખાધો હતો. આ સમાચાર આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયા પછી નોર્થ કોરિયા સરકાર તરફથી સત્તાવાર રીતે અઠવાડિયા પછી ખુલાસો કરાયો હતો કે કિમ જોંગે પોતાના કાકા જંગ સોંગ યેકને કૂતરાં દ્વારા ફાડી કઢાવી મોત નહોતું આપ્યું. બલકે દેશદ્રોહ (ભત્રીજાદ્રોહ વાંચો) માટે તેમને શૂટ કરાયા હતા.

એ વખતે આ કિમ જોંગ ઉનની પત્ની રી સોલ જુની ઉંમર હશે માંડ ચોવીસ વર્ષ. બનવું હતું ગાયિકા પણ ગાયિકા બનવા પહેલાં રાજાને ગમી તે રાણી એ ન્યાયે મિસ્ટિરિયસ વુમન તરીકે રહેલી રીને કિમ જોંગ ૨૦૦૯માં પરણ્યા હતા. જ્યારે લગ્ન થયાં ત્યારે મીડિયાએ રીને સીધીસાદી, નરમ, સંસ્કારી છોકરી લેખી હતી. ૨૦૦૯થી ૨૦૧૪ એટલે કે પાંચ જ વર્ષમાં સીધીસાદી,ડાઉન ટુ અર્થ એવી આ છોકરીએ નોર્થ કોરિયાની ફર્સ્ટ લેડી તરીકે પોતાના પતિ જેવાં જ મદ અને ક્રૂરતા કેળવી લીધાં. જેનો સૌથી પહેલો ભોગ કોણ બન્યું તે તો જાહેર ન થયું પણ જ નોર્થ કોરિયાની એક સિંગરને ફર્સ્ટ લેડીના કોપના ભોગ બનવું પડયું હતું .થયું હતું એવું કે નોર્થ કોરિયાના એક તેજસ્વી પોપ ગ્રૂપની વધતી લોકચાહનાને કારણે બેન્ડના તમામ આર્ટિસ્ટ્સને ભારે માનપાન મળવાં લાગ્યાં હતાં. આ ગ્રૂપની સૌથી નાની આર્ટિસ્ટ હતી રુ. માત્ર અઢાર વર્ષની છોકરી. એની લોકપ્રિયતા સૌથી વધુ હતી અને સૌથી કમનસીબ વાત તો એ થઈ કે સુપ્રીમો કિમ જોંગ ઉનને પણ આ આર્ટિસ્ટ  ભારે પ્રભાવિત કરી ગઈ. બસ, થઈ રહ્યું રાજાની કૃપાદૃષ્ટિ ને રાણીની કોપદૃષ્ટિ.

ચોવીસ વર્ષની ઉંમરે કોઈની ઈર્ષા આવી ભડકે બળી શકે? તે પ્રશ્ન આ રી-સોલ-જુને જોઈને જરૃર થાય. એણે પોતાના પતિને આર્કિષત કરી શકેલી રુને સજા ફરમાવવાનો નિર્ણય કરી લીધો ને એને પાંચ વર્ષ માટે કોન્સન્ટ્રેશન કેમ્પ (જેલ)માં મોકલી આપી. રુનો ગુનો હતો સુપ્રીમોનું ધ્યાન ખેંચાય તેવું સુંદર ગાવાનો.
ઉંમર ચોવીસ ની હોય ચાલીસની હોય કે માથે ધોળાં ડોકિયાં કરતા હોય ઈર્ષ્યા કોઈ ઉંમરનો લિહાજ ન રાખે  .

વાત ફર્સ્ટ લેડીની હોય કે ટ્રેનમાં  માલસામાન વેચતી કોમની બહેનોની.  શ્રીમંત કે શિક્ષિત કોર્પોરેટ જગતની માનુની વચ્ચે હોય કે પછી અલ્પશિક્ષિત, અભણ સ્ત્રીઓની , સ્ત્રી હોય કે પુરુષ, પતિ પત્ની હોય કે એક માને પેટે જન્મેલા સહોદરો ,ઈર્ષા, અસૂયા ચીજ જ એવી છે જેથી કોઈ વ્યક્તિ પર નથી હોતી.

એ અભણ હોય, શિક્ષિત હોય, એ પૈસાપાત્ર હોય, ગરીબ હોય, એ સુંદરી હોય કે કુરૃપા. કોઈ પણ સ્ત્રી આ ચીજથી મુક્ત નથી હોતી. અલબત્ત, દરેક સ્ત્રી આ વાત સાથે અસહમત જ હોવાની. પણ, જરા પોતાની ત્વચા ખોતરીને પ્રામાણિકતાથી જુએ તો વાત પુરવાર થઈ જ જાય. આ વાત માત્ર સ્ત્રીઓને લાગુ પડે એવું પણ નહીં, પરંતુ પુરુષોમાં અપવાદરૃપ ઘણાં હોય. પ્રકૃતિવશ પુરુષોનો સ્વભાવ સ્ત્રી સ્વભાવથી જુદો પડે છે. પણ સ્ત્રી એટલે સ્ત્રી, જો તેમાં ઈર્ષા નામનું તત્ત્વ સમૂળગું હોય જ નહીં તો તેના જેનેટિક બંધારણમાં ગરબડ છે તેવું અચૂક માની લેવું.

ઉનકી સાડી મેરી કમીઝ સે સફેદ કૈસેથી લઈ સંતાનોના અભ્યાસ, પતિદેવોને પગાર, લાઇફસ્ટાઇલ કે પછી પોતાથી રાખે બીજું કોઈ આગળ નીકળી જાય એવો ભય ,તમામ વાતોમાં બે સ્ત્રી દ્વારા સરખામણી ને દેખાદેખી ન થાય તો જ નવાઈ. આ તો થઈ માનવીય સ્વભાવની મર્યાદા. આ થોડે વત્તેઓછે અંશે સ્વીકાર્ય. પણ આ ઈર્ષાની આગ જ્યારે ભડભડ થઈને તમામ સીમા વટાવી દે તેને એક પ્રકારનો મનો
રોગ કહેવાય કે નહીં ?

બે ધ વે હવે મેડિકલ સાયન્સ ઈર્ષ્યા , જલન ને એક મેન્ટલ ડિસઓર્ડર માનતું થયું છે ખરું !! દુર્ભાગ્યે એની કોઈ પીલ ઓવર ધ કાઉન્ટર મળતી નથી.

दिल से :

कमाल करते है यह जलनेवालो भी ,

महफ़िल खुद सजाते है ,

और चर्चें हमारे करते है 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Ladies Special

કભી આંસુ , કભી હંસી .....

આવજો સોનલબેન ...