#MeToo

It followed soon after the sexual misconduct allegations against Harvey Weinstein. Tarana Burke, an American social activist and community organizer, began using the phrase "Me Too" as early as 2006, and the phrase was later popularized by American actress Alyssa Milano, on Twitter in 2017.


મને બિલકુલ ખબર છે કે આ લેખ વાંચીને મોટાભાગની બહેનો મારા પર નારાજ થઇ જશે. કેટલાક ભાઈઓ જેમને ક્યારેય સ્ત્રીઓનો વાંક સાત ગાઉ સુધી નથી દેખાતો તેમની પણ ખફગી વહોરી લેવી પડશે, પણ એક સાંત્વન છે કે હું ,એટલે લખનાર પોતે સ્ત્રી છું. એટલે કે કોઈ પુરુષ લખે તો એ કદાચ દલીલ લાગતે પણ એક સ્ત્રીની વાત તટસ્થ મૂલ્યાંકનમાં લેખાય શકે છે. કહેવાનો ઉદ્દેશ એવો લાગીરેક નથી કે સ્ત્રીએ મૂંગે મોઢે શોષણનો ભોગ બનવું જોઈએ પણ અત્યારે થઇ રહ્યું છે એમાં ઉદ્દેશ ઓછો ને ઉપહાસ વધુ થઇ રહ્યો છે.

થોડા વર્ષો પહેલા હું જે અખબાર માટે કામ કરતી હતી તેના કાર્યાલયમાં થોડા ઓફિસરો આવ્યા  . કહે કે અહીં નારી સુરક્ષા માટે જે કમિટી હોવી જોઈએ તે કેમ નથી ? આ ઓફિસરોને શું સમજાવવું ? કે આ પત્રકારિણીઓ પુરુષ પત્રકારોના માથાં ભાંગી નાખે એવી છે?? સમજાવ્યા પણ એ ગયા એક વાત નક્કી કરીને કે મહિના પછી અમે આવીયે ત્યારે એ કમિટીનું ગાઠં થયેલું હોવું જોઈએ, અને સ્ટાફની મહિલા કર્મચારીઓને કોઈ જાતીય સતામણી તો નથી થતી એ પૂછવાનું રહેશે  . આ કમિટીમાં ઘણી બધી મહિલાઓ હતી. જેમાં પત્રકાર સાથે માર્કેટિંગ , સેલ્સ , રિસેપશનિસ્ટ , એકાઉન્ટ તમામ વિભાગ શામેલ  . જોવાની ખૂબી એ કે ઓફિસનું વાતાવરણ ખાસ કરીને માલિકોનો અભિગમ પણ નેક જેથી આવા હેંકી પેંકી બિઝનેસને હવા જ ન મળે.
છેલ્લે થયું શું ? દર મહિને થતી મિટિંગમાં ચા બિસ્કિટ ખવાતા અને નવી આવનાર ફિલ્મની વાતો થતી.મહિનાની મિટિંગ બે મહિને થઇ ગઈ , પછી છ મહિને  .
મોટાભાગની ઓફિસોમાં આ જ સિનારિયો હોય છે.
હા, આવું કૈક છમકલું મઝા મૂકે એ કમિટીઓ રેડ એલર્ટ પર આવી જાય.

અન્ના સાલુંકે , દાદા ફાળકેની તારામતી 
વાત છે બહુ ઉપાડો લીધો છે તે #MeToo ની.
જ્યાં જુઓ ત્યાં દેકારા ને પડકારા. તનુ શ્રી વાત પુરી કરે એ પહેલા  વિનતા નંદા ચીપિયો પછાડે , હજી વિનતા બોલી રહી હોય ત્યાં સંધ્યા મૃદુલ બોલવાનું ચાલુ કરે. નાના પાટેકરથી શરુ થયેલા આ દાવાનળમાં ફિલ્મી હસ્તીઓ તો આવી જ જાય તે સમજ્યા પણ એમાં કોમેડી ત્યારે થાય કે કોમેડિયનથી લઇ , રાઇટર , ડાઈરેકટર , મ્યુઝિશિયન પણ આવી જાય. હવે બાકી રહ્યા અન્ય ગ્લેમરસ વ્યવસાય  . એક સમયે ખાદીનો ખલતો ભરાવીને ચશ્માધારી પત્રકારો હવે કેવા હાઈફાઈ થઇ ગયા છે એ તો બધાને ખબર જ છે. બાકી રહી ડિજિટલ મીડિયાની , ચેનલમાં બધું ફિલ્મી ધાબે જ ચાલતું હોય છે એવું વર્ષો પહેલા આ ચેનલો ભાંખોડિયા ભરતી હતી ત્યારે જાણેલું  .હવે તો ત્યાં પણ ગ્લેમર, સ્ક્રીન પર ન્યૂઝરીડર શ્યામ, ભારે શરીરવાળી હોય ન ચાલે બોસ. એ માટે આલિયા ભટ્ટ થી લઇ પ્રીતિ ઝિન્ટા , સ્વાભાવિક છે એ ફિલ્ડ #MeToo થી કઈ રીતે પર રહી શકે?

આ આખી મુહિમ કે ચળવળ કે જે કહેવાય તે ચાલી રહ્યું છે ત્યારે એક ખ્યાલ આવે છે. કોઈને દસ પચીસ ત્રીસ વર્ષ પછી અચાનક ખ્યાલ આવે કે પુરુષે એનું શોષણ કર્યું હતું ને એ પ્રકાશમાં લઇ આવે એથી પુરુષની બેઇજ્જતી તો બેશક થાય પણ આ બેન સાચા છે કે ખોટા એ સાબિત કેમ કરીને કરવું ?

કાયદો તો એમ કહે છે કે કોઈ નિર્દોષ દંડાવો ન જોઈએ તો અહીં પુરુષને ન્યાય કેમ કરીને મળે ?

સૌથી મહત્વની વાત છે કે જે રીતે અત્યારે પિક્ચર ઉભું થઇ રહ્યું છે એ પ્રમાણે આ બધા પુરુષો રસ્પુટિન છે ને બધી બહેનો સતી અનસૂયાની બહેનો. ઘણીવાર 41વાર રેપ કરવાની ફરિયાદ થાય. ઘણીવાર બે વર્ષ સુધી રેપ થઇ હોવાનો દાવો થાય। યાદ છે મધુર ભંડારકર ને પ્રીતિ જૈન કેસ. બે વર્ષ સુધી સગવડી રિલેશનશિપમાં વાંધો ન હતો , રોલ ન મળ્યો એ જ વસ્તુ રેપ થઇ ગઈ.
આ વાતમાં જેન્યુઈન કેસ પણ ચોક્કસ હશે પણ અત્યારે જે રીતે આ મોમેન્ટમ પકડી રહી છે એ જોતા લગ્ગે છે હિન્દુસ્તાનની 50 ટકા સ્ત્રીઓ આ ચળવળમાં ભાગીદાર થઇ જશે.

નાના પાટેકર થી લઇ એમ.જે અકબર  , રિતિક , સુભાષ ઘાઈ , સાજીદ ખાન  ... જેટલા નામ યાદ આવ્યા એટલા લખ્યા બાકી લાઈન લાંબી છે. અનિલ કપૂર સામે કોઈ માઇની લાલી પડી નથી એટલે એ કહે છે કે જે કઈ થઇ રહ્યું છે ફેન્ટાસ્ટિક છે.
એ બધી વાત છોડો , વાત એ છે કે હવે આ સમસ્યા તો સામે છે તો એનું સમાધાન શું છે ?

આમ પણ સ્ત્રીઓના પ્રોટેકશન માટે પૂરતા કાયદાઓ તો છે જ. પણ સ્ત્રી જાતે સામે ચાલીને શોષણ કરવા દે પછી બુમરાણ મચાવે એ માટે કાયદા ઘડવા જોઈએ ? કે પછી બહેનોની સલામતી માટે ખાસ એવા નિયોજન થવા જોઈએ જ્યાં પુરુષને પ્રવેશ ન હોય , એટલે કે જનાના.

હાસ્યાસ્પદ ઉકેલ છે ને ? બિલકુલ હાસ્યાસ્પદ પ્રશ્નો ને બુમરાણ જેવા  .
હકીકત એ છે  કે આ એક સિમ્પલ રીત છે. હવે કરવાનું એવું કે આપણે દાદાસાહેબ ફાળકેની ફિલ્મમેકિંગ સ્ટાઇલ તરફ વળવું પડશે  .
મોટાભાગના લોકોને ખબર છે કે દાદા ફાળકેને સત્યવાદી હરિશ્ચંદ્ર ફિલ્મ બનાવવા વખતે આવી જ સમસ્યા થઇ હતી. એ જમાનામાં મનાતું કે ફોટો પડાવવાથી આયુષ્ય ઓછું થઇ જાય છે ને આ તો વળી ફિલ્મ, એમાં હલન ચલન દેખાય, ઘોર પાતક  .

દાદા ફાળકે એ કેટલી સ્ત્રીઓના ઇન્ટરવ્યૂ , ઓડિશન કર્યા  .બોલ્યું લખ્યું માફ પણ એ માટે આવનાર એક એક સ્ત્રી રૂપજીવીની હતી. તે છતાં એમને પરદે ચહેરો દેખાય એની શરમ આવતી હતી. પણ, એ બચારીઓ એટલી બધી દેખાવમાં નબળી હતી કે દાદા ફાળકે એમને તારામતી બનાવી શકે એમ નહોતા  . આ ફિલ્મની હીરોઈનની શોધમાં ફાળકે ફોરસ રોડ પર ઘણું રખડ્યા હતા.  .છેલ્લે એક તારામતી મળી. એ કોઈ મોટી ઉંમરના શેઠિયાની ઉપવસ્ત્ર હતી. બધું માંડ પાર પડ્યું ને ત્યાં પેલા શેઠિયાને જાણ થઇ એટલે વાત પતી . હવે ?
એકવાર ફાળકે ગ્રાન્ટ રોડની એક ઈરાનીમાં ચા પી રહ્યા હતા. એમની નજર એક વેઈટર પર પડી , ખાસ કરીને એના હાથ પર. કોઈ સ્ત્રીના હાથ હોય એવા  ને ચહેરો પણ વધુ કોમળ  . બસ, ફાળકે એ વિચારી લીધું , આ જ મારી તારામતી  . એ હતો અન્ના સાલુંકે , મહિનાના દસ રૂપિયાનો પગારદાર .આ વાત છે 1913ની .

બસ, આ જ વિકલ્પ શક્ય છે.
પુરુષો બૈરાના વેશ કાઢી ફિલ્મો બનાવે ને બૈરાઓ પુરુષરૂપ ધારણ કરી હીરો બને.
શું નોનસેન્સ ઉપાડા છે.
એક રીતે સારું તો છે જ , જેની કરિયર બેસી ગઈ છે એને થોડો કોઈ ચાન્સ છે ને જેની કરિયર ટોપમાં હોવાથી ફાટીને ધુમાડે ગયા છે એમને પણ જરા ધરતી પર મંડાણ કરવું પડે.

ચાલો ત્યારે આ #MeToo પતે પછી ફરી કોઈ આવી મસાલેદાર ચળવળની રાહ જઈએ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Ladies Special

કભી આંસુ , કભી હંસી .....

આવજો સોનલબેન ...