ચિનોય સેઠ ,જિનકે અપને ઘર શીશેં કે હો ,વો દૂસરો પર પથ્થર નહીં ફેંકા કરતે ...






ઇન્ડિયા એક બળાત્કારી દેશ છે , અહીં વસતા તમામ મારા ભાઈ બહેન બળાત્કારી છે. હું પોતે બળાત્કારી છું , આવું વાંચી ,સાંભળીને ઝાટકો લાગે ? ચોક્કસ લાગે પણ આ શબ્દ છે પાંચ  વર્ષના છોકરાના જે માસૂમ છોકરો રેપ શું છે જાણતો નથી પણ એને લાગે છે કે ઈંડિયા આખો રેપિસ્ટનો દેશ છે  . અને , એની માન્યતા માટે જવાબદાર છે આજનું મીડિયા , સેલફોન, વૉટ્સએપ અને માબાપ બનવા માટે નાલાયક એવી પ્રજા  . 

 જે દિકરીઓ પાશવી બળાત્કાર અને હત્યાનો ભોગ બની છે તેમની સાથે પૂરો ન્યાય થવો જોઇએ એ સૌથી પહેલી વાત. હવે બીજી મુખ્ય વાત. અચાનક જ કાલથી ઇસ્તાનબુલથી લઈને લંડન, પાકિસ્તાન, આરબ દેશોમાં રાતોરાત ઈન્ડિયા કેવો બળાત્કારીઓનો દેશ છે તેવું લખાણવાળા ટીશટૅ પહેરેલ પિક્ચર વાઈરલ થઈ ગયા. જેનું કારણ આ અબુધ પાંચ વર્ષના બાળકની માનસિકતા ઘડાઈ રહી છે તે  .

ભલા માણસ, look whos talking??? 

જુઓ તો ખરા કોણ બોલે છે ને કોને કહે છે ?

જે દેશમાં સ્ત્રી કરતાં ગાયની કિંમત વધુ હોય, તે દેશમાં ઇન્ડિયામાં થયેલા બનાવની ચર્ચા છે. એવા  દેશમાં જ્યાં આજે પણ કારોકારીની પ્રથા કાનૂનીરીતે માન્ય છે તે પાકિસ્તાનમાં આજે ઇન્ડિયા રહેવા અયોગ્ય દેશ છે એવું મનાય છે . ભારતના જ નાગરિકોને ભારતમાં રહેવું અસુરક્ષિત  લાગે છે  . 

જે દેશમાં લોકોએ ભારતમાં પ્રવર્તતી દશા વિષે ટીશર્ટ પહેરીને દેખાવ કર્યા  હોય (અલબત્ત , એ વાસ્તવિકતા ઓછી ને ફોટોશોપ કરાયા હોય એવા વધુ લાગે છે ) ત્યાં સ્ત્રીઓની દશા જોવા જેવી છે. ટર્કીમાં સ્ત્રીઓની પરિસ્થિતિ એકદમ સારી એવી હવામાં રહેતા લોકોએ બૉસફૉરસની બીજી બાજુએ આવેલા મુખ્ય ઇસ્તંબુલ જોયું નથી. માયોપિયા મનુષ્યજાતિને મળેલી અનમોલ ભેટ છે. જેટલું જોવું હોય એટલું જ જોવાનું , ધ્યાનબહેરા, જેટલું સાંભળવું હોય એટલું જ સાંભળવાનું ને મંદબુદ્ધિ , જે સમજવું હોય તેટલું જ સમજવાનું, આગળ બુદ્ધિ ચલાવવાની નહીં કોઈ કહે તો સાંભળવાનો સમજવાનો ઇન્કાર કરી દેવો એ આપણા નાગરિકોની માનસિકતા છે , અન્યથા એવું હોય કે આ ટીશર્ટ પિક્ચર બે કલાકમાં આખા દેશમાં વાઇરલ થઇ જાય. 

અચરજ એ વાતનું હ્હતું કે મને વોટ્સએપ પર સહુથી પહેલા પિક્ચર મોકલનાર એવી intelligent ફ્રેન્ડ હતી જેની બુદ્ધિ પ્રજ્ઞા , એના કામ એના ઓપન માઈન્ડ માટે મને આદર રહ્યો છે. બીજો એક એવો મિત્ર જે વિદેશમાં સતત ભ્રમણ તો કરે છે પણ એને કોઈ દેશમાં ક્યારેય બુરાઈ દેખાતી નથી, ઇન્ડિયામાં પણ નહીં  . આ બંને એ મોકલેલા પિક્ચર્સ પછી એના એ પિક્ચર્સનો ઢગલો થતો ગયો , એનો અર્થ કે કોઈ નક્કી મૂવમેન્ટ ચાલી રહી હતી. 

એક ટર્કી ફરી આવેલા બેન , બીજા મોસ્ટ ફેમસ એવી ટર્કીશ સીરિયલ ફરીહાના  ચાહક બેન ટર્કી વિષે માને  છે કે ટર્કીમાં સ્ત્રીઓને પુરુષ જેવા જ અધિકાર છે. કદાચ આ બહેનો હિસ્ટ્રીમાં ભણેલા કમાલ પાશાવાળા ટર્કીને જ સાચું માને છે. 1934માં કમાલ પાશાએ મોટા રિફોર્મેશન કાર્ય ને સ્ત્રીને સમાન દરજ્જો આપ્યો, વ્યવસાયિક રીતે પણ સ્વતંત્ર થવાનો ટેકો આપ્યો , બહુપત્નીત્વ ને ટ્રિપલ તલાકને નાબૂદ કર્યા ને દુનિયામાં એક દાખલો બેસાડ્યો જેને માટે હાજી કમાલ પાશાને લોકો યાદ કરે છે પણ હવે પાશાનું ટર્કી નથી. અત્યારના ટર્કીમાં ઓટ્ટોમાન એમ્પાયરમાં હતા તેવા જ નિયમો આવી ચુક્યા છે. ટર્કીની સ્ત્રીઓને શું પહેરવું , શું બોલવું , સમાનતાની વાતો કરવી , એ માટે ચળવળ ચલાવવી પડે છે. ઘરેલુ હિંસા અને બળાત્કારના આંક જોવા ગૂગલ હાથવગું જ છે. પણ , એમાં ટર્કીમાં કામ કરવા આવતી કુર્દિશ સ્ત્રીઓ સામે થતી ગુનાખોરી નોંધાયેલી નથી. કુર્દિસ્તાન પાયમાલ દેશ ને બેહાલ નાગરિકોનું વતન છે. ટર્કીનો નાગરિક જર્મની જવાના સપના જુએ ને કુર્દ નાગરિક ટર્કી જવાના  . જોવાની ખૂબી એ છે કે પુરુષો દ્વારા પુરુષો પર, કિશોરો પર થતા બળાત્કારની તો કોઈ વાત જ નથી કરતું , ને વાત થાય છે ઇન્ડિયાની , ક્યા સીન હૈ. 

બાકી વાત રહી અન્ય પાડોશી દેશોની , ત્યાં પણ આ બનાવ એવો ચગાવાયો છે કે એ લોકો પણ  ઇન્ડિયામાં થઇ રહેલી સ્ત્રીઓની સ્થિતિ માટે છાતી કૂટવા બેસી ગયા છે. 
આ છાતી કૂટનારાઓના દેશમાં એક પ્રથા છે , નામ છે એનું કારોકરી , અને આ કાનૂની ધોરણે અમાન્ય પણ છે છતાં આંખ આડા કાન કરીને સત્તાવાર રીતે ચાલુ રખાઈ છે.

વર્ષો પહેલા સાર્ક સમિટમાં પાકિસ્તાની તંત્રીઓ ને પત્રકારોને મળવાનું થતું ત્યારે તેમના જ મોઢે સાંભળેલી વાત છે જે બિલકુલ જાણીતી છે. એમાં કશું ગોપનીય નથી.

પાકિસ્તાનના એક માતબર અખબારના તંત્રીને મોઢે સાંભળેલો બનાવ  . જે સામાન્યપણે ગ્રામ્યસ્તર પર વધુ બને છે. 

બે પાડોશી , બંને વચ્ચે ભયંકર ઝગડા , રોજના  . બંનેના ખેતર પણ અડોઅડ , એટલે એકની ગાય  બીજાના ખેતરમાં ચરવા ઘૂસી જાય. 
એક દિવસે એક પાડોશીએ ગુસ્સામાં આવીને બીજાની ગાય મારી નાખી  . મામલો ગયો પંચાયતમાં   .
ધોળે દિવસે ગાયને રહેંસી નાખતા લોકોએ પાડોશી અ ને જોયો હતો. આખું ગામ પાડોશી બ ને પડખે હતું  . હવે ?

ગામના બુઝૂર્ગે વચ્ચેનો તોડ  કાઢ્યો : બીબી તો બીજી મળશે પણ સજા કાપવા જઈશ તો ખેતર બીજા ચાઉં કરી જશે. 

અને જેને ગાય  મારી નાખી હતી એણે પંચાયતને  કહ્યું કે હું તો ગાયને ભૂલથી મારી બેઠો , મારવો તો આ ગાયને માલિકને હતો જેને મારી સ્ત્રી સાથે નાજાયસ સંબંધ ધરાવે છે.  લો બોલો  !!

નિર્દોષ સ્ત્રી , જેનો કોઈ ગુનો નહોતો એની પાર લાંછન લાગ્યું એટલું પૂરતું નહોતું , ગામલોકોએ વ્યભિચારી ગણી બંનેને એટલે જેની ગાય મરી તે માણસને અને ગાય  મારનારની પત્ની બંનેને કારોકરી હેઠળ સજા ફરમાવી  . પથ્થર મારી મારીને મોતને ઘાટ ઉતારવા એ આ સજા  , આજ સુધી ઘણા બધા દેશોમાં પાછલા  બારણે ચાલે છે. વિના રોકટોક, બેધડક  .

હવે કદી આ બધા માટે ઇન્ડિયન પ્રજાએ ટીશર્ટ છપાવી પહેરેલા ? ના, કારણ કે એ એમનો મામલો હતો, અહીં સુધી આવ્યો પણ નહોતો તો અચાનક આસિફાનું આ મોજું ત્યાંથી જુવાળ બની કેમ આવ્યું ?

સમજદાર કો ઈશારા કાફી હૈ !!

રાજકીય ભાખરી શેકવા કોઈ પણ હદે ઉતરી શકનાર આ  ગીધડાંઓને ઓળખો તો ખરા.

આસિફાને ન્યાય મળવો જ જોઈએ , એના ગુનેગારોને સજા મેળવી જ જોઈએ પણ એમાં આ વિદેશી જુગાડ ક્યાંથી ઘુસાડ્યો ?

રાજનીતિમાં બધા દાવ પેચ માન્ય  છે પણ રાષ્ટ્રને જૂગટામાં મૂકી દેવાનો દાવ કેટલો ખતરનાક અને રાષ્ટ્રવિરોઘી છે એ સમજવાની વાત છે  . 



છેલ્લે છેલ્લે : ભારત રહેવા માટે અસુરક્ષિત દેશ છે તેવું ઘણાં તત્વજ્ઞાનીઓને લાગે છે. માત્ર રોહિંગ્યાઓને જ આ દેશ વસવા જેવો લાગે છે એ પણ કેવી અજ્બ જેવી વાત છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Ladies Special

કભી આંસુ , કભી હંસી .....

આવજો સોનલબેન ...