પોસ્ટ્સ

સપ્ટેમ્બર 13, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પંચવર્ષીય યોજના બ્રેઈન ચાઈલ્ડ કોનું હતું?

છબી
આપણે ભારતીયની એક ખાસિયત છે. ઘરઆંગણાના હીરની કિંમત ન થાય જ્યાં સુધી એને વેસ્ટર્ન વર્લ્ડ સત્કારે નહીં.ભલું થજો ગૂગલનું કે એ આપણા ભારતીયો જેવું નગુણું નથી. એ તો કોઈની જન્મજયંતિ હોય કે મૃત્યુતિથિ કે પછી કોઈ યાદગાર દિન પ્રજ્ઞાવાન લોકોને તેમના કામને અંજલિ આપવાનું ચૂકતું નથી. એ પછી ગાંધીજી હોય કે ટાગોર, સરોજિની નાયડુ હોય કે ભારતની સહુ પ્રથમ લેડી ડોક્ટર ડો. અસીમા ચેટર્જી , બેગમ અખ્તર ,ઉસ્તાદ અલ્લારખાં આ તમામના ડૂડલ ગૂગલ એક દિવસ માટે મૂકી ચૂક્યું છે. એ પછી  દર ભારતીય દર વર્ષની જેમ આ વખતે પણ 15મી સપ્ટેમ્બર આવી ને ગૂગલે ડૂડલે મૂક્યું પણ  ભારતીયોને તો યાદ પણ નહીં  હોય આ વિશ્વસરૈયા , હા, નાનપણમાં જયારે માયસોરનો વૃંદાવન ગાર્ડન જોઈને આખો ફાટી જતી ને એના આર્કિટેક્ટનું નામ સરખું ઉચ્ચારાઈ શકતું એ મોક્ષગુન્દમ વિશ્વસરૈયા.. Sir MV ; 15 September 1861 – 12 April 1962) લોકોને હવે ખાસ કરીને નવી પેઢી આ નામથી અજાણ હશે પણ એ વિચક્ષણ પ્રતિભાને એમ વિસરી શકાય નહીં. જયારે ભારત બ્રિટિશ ઇન્ડિયા કહેવાતું એ સમયની વાત છે. રાતના ટ્રેન સેંકડો ઉતારુને લઈને દોડી રહી હતી. બોગીમાં એક નવયુવાન સૂતો હતો અને અ

कमाल करते है यह जलनेवालो भी महफ़िल खुद सजाते है और चर्चें हमारे करते है

છબી
આજ સવારથી મિચ્છામિ દુક્કડમના  મેસેજની વણઝાર હતી. આ ગણેશ ચતુર્થી અને સંવત્સરી એક જ દિવસે આવે એટલે જૈનોના ફોન જામ થઇ જાય. બધા મેસેજનો સૂર એક , બોલ્યું ચાલ્યું માફ. ફિલોસોફી અતિ ઉત્તમ, પણ વર્ષોવર્ષ આ સિલસિલો ચાલે રાખે છે. પ્રશ્ન પાયાનો એ છે કે આ મનદુઃખનું એપિસેન્ટર શું ? વિચાર કરશો તો એક જ ક્ષણમાં જવાબ મળી જશે.  રાઈટ , એ જ વાત છે.  આજકાલ થાય છે એવું કે ડિજિટલ મીડિયાને કારણે દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે. હજી તો ઘટના બની રહી છે ને સમાચાર  માધ્યમો સુધી પહોંચે એ પહેલા FB live,twitter, Snapchat ,ઇન્સ્ટાગ્રામ આપણેને એક જ સેકન્ડમાં પહોંચાડી દે. સ્વાભાવિક છે કે આ ક્રાંતિ જોઈને જર્નાલિઝમના સીન બદલાઈ ગયા છે. હજી સ્ટોરી રિપોર્ટર સુધી પહોંચે , એ જુએ, લખે , એની વિશ્વસનીયતા જાણે એ પહેલા તો કરોડો લોકો સુધી પહોંચી ગઈ હોય. હવે બચારા પ્રચાર માધ્યમો કરે તો કરે શું ? જેને પત્તરકારોં (હિન્દી slang) પર એવી તવાઈ લાવી મૂકી છે કે એમને રોજ જ એક્સકલુઝિવ સ્ટોરીની શોધમાં દર દર ભટકવું પડે. આ વાત માત્ર ઇન્ડિયા પૂરતી સીમિત નથી. દુનિયા આખીમાં આ જ હાલત છે. પ્રિન્ટ મીડિયાની તો વાત જ ન પૂછો , એટલે છેલ્લા કેટલાય સમયથી