પોસ્ટ્સ

જાન્યુઆરી 11, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

માઈક્રો ફિક્શન : દાન

છબી
સવારના પહોરમાં  લક્ષ્મીનારાયણના મંદિરની સામે ભિક્ષુકોની ભીડ જમાવી શરુ થઇ ગઈ હતી. બ્લેક ચમકતી કારમાં શેઠાણી પધાર્યા  . ડ્રાઈવરે ડોર ખોલ્યું એટલે શેઠાણી ઉતર્યા, એક ભાવુક નજર ભિક્ષુકો પર નાખી મંદિરમાં અંતર્ધાન થઇ ગયા તે પૂરા કલાકની પૂજા પછી બહાર આવ્યા  .  ત્યાં સુધીમાં સાથે આવેલા ડ્રાઈવર અને માણસે ડિકીમાં મૂકેલા બોક્સ  ઉતારી લીધા હતા, એકમાં હતા નાસ્તાના પેકેટ , બીજામાં હતા ફળ ને ત્રીજામાં બ્લેન્કેટ  . ઠંડીનો ચમકારો શરૂ થયો હતો એટલે ભિક્ષુકોની આંખમાં ચમકારો આવી ગયો. એક પછી એક તમામનો વારો આવી ગયો. બાકી રહ્યો એક ભિક્ષુક, એ પોતાની જગ્યા છોડીને ન આગળ આવ્યો ન તો દાન લેવાની ઈચ્છા બતાડી  . શેઠાણી જરા વિચારમાં પડ્યા , બિચારો લાચાર , કદાચ સંકોચ થતો હશે ! એવું કંઈંક વિચારી શેઠાણી પાસે ગયા : ભાઈ , આ ભગવાને આપેલું છે , હું તો નિમિત્ત છું.  શેઠાણીની નમ્રતા સામે ભિક્ષુકે હાથ જોડ્યા : માજી , પણ , તમારું દાન કેમ ખપે ? તમે આપેલું આ દાન ઓછું  છે ? યાદ છે તમારા બિલ્ડિંગના નાકે કેળાં વેચતો ફેરિયો ? તમે પાલિકામાં  ફરિયાદ કરીને એકવાર નહીં ઘણીવાર મારો ખુમચો ને માલ જપ્ત કરાવી દીધો હતો ?  #માઈક્રો ફિક્