પોસ્ટ્સ

સપ્ટેમ્બર 20, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જિંદગી કુછ ભી નહીં તેરી મેરી કહાની હૈ

છબી
કેટલીય વાર આપણે દિમાગથી લેવાના ફેંસલા દિલથી લઈએ છીએ , તો કેટલીયવાર દિલનું સાંભળીને દિમાગની એક ચેતવણી સુધ્ધાં ગણકારતા નથી. જિંદગી તો એક જ મળી છે , એ વિષે લેવા પડતા ફેંસલા દિલથી લેવા કે દિમાગથી ? એ પ્રશ્ન તો હંમેશ રહ્યો છે ,ને રહેશે. આ શ્રેણી  છે સત્ય ઘટના પર આધારિત  જિંદગીઓની . હરેક વ્યક્તિ સફળ થવા જ ઇચ્છતી હોય છે , કોઈક થાય છે કોઈક નહીં  . દરેકની જિંદગીમાં એક કશમકશ ની પળ તો આવી જ હશે જયારે દિલ  એક કહેતું હશે ને દિમાગ બીજું કઈંક ,ને  દિલથી કે દિમાગથી લેવાયેલા ફેંસલામાં જિંદગી એવી રાહ પર પહોંચી ગઈ હોય કે જાણે નદીનો ધસમસતો પ્રવાહ  . એક મોડ પર જયારે એમાં થોડી શિથિલતા આવે અને પાછળ છૂટી ગયેલા અતીતને ઝાંકવાનો મોકો મળે ત્યારે ખ્યાલ આવે કે શું પામવા માંગતા હતા ને શું મળ્યું ? ઘણી બધી સક્સેસ સ્ટોરીઓ છે ને પારાવાર નિરાશાભરી કથની પણ અને થોડી હજી સંબંધના રેશમી ધાગામાં રોજ રોજ ફાંસી ચઢતી ,બંધ બારણાં પાછળ પૂરી થતી જિંદગીઓની  .  અલબત્ત, પાત્રોની ઓળખ છતી ન થાય એ માટે એમના નામ અને જાહેર વિગતો થોડી ફેરફાર જરૂર કર્યા છે. જિંદગી ઔર કુછ નહીં કાંટે કી નોક પર છીલી હુઈ વો ઉંગલી હૈ એક