પોસ્ટ્સ

સપ્ટેમ્બર 28, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હયુ હેફનર !! ઓળખો છો આ નામને ?

છબી
હયુ હેફનર !! ઓળખો છો આ નામને ? મગજ કસો એ પહેલા બીજી ઓળખાણ , પ્લે બોય મેગેઝીન યાદ છે ? આજની યુવા પેઢીને આ નામથી વિસ્મય નહીં થાય પણ ખરેખર અજાણ હોય શકે કારણ કે આજે  પોર્નોગ્રાફી આમ ચીજ થઇ ગઈ છે. ઓનલાઇન ઉપલબ્ધ અને એક સર્વે તો કહે છે કે સૌથી વધુ પોર્ન સાઈટ જોવામાં ભારતીયો નંબર ટુ પર છે. એટલે એક જમાનાના મશહૂર પોર્ન કે સોફ્ટ પોર્ન કહી શકાય એ મેગેઝીન વાંચનારા (જોનારા એમ વાંચો)મોટાભાગના લોકો આજે દાદા નાના થઇ ગયા હશે એટલે સ્વાભાવિકરીતે પ્યુરીટીયન કહી શકાય એવા , અણીશુદ્ધ હોવાનો દાવો કરનારાં પૈકીના એક , પણ ટૂંકમાં એકે જમાનામાં વર્લ્ડ ફેમસ મેગેઝીનના માલિક આજે અસલી  અપ્સરાઓના લોકમાં સિધાવ્યા  . આખી જિંદગી એક પ્લે બોયની જેમ ઉઘાડે છોગ રહેનાર વિષે કાલે તો ઘણું કઈંક લખાશે , એમની ફ્લૅમબૉયન્ટ લાઈફ સ્ટાઇલ એમની પત્ની , ગર્લફ્રેંડસ , એક જમાનામાં મુઘલ ને મહારાજાઓ રાખતા હતા એવા જનાના , હેરમની સંખ્યાને ઓવરટેક કરી જાય એટલી ગર્લફ્રેન્ડ્ઝ રાખનાર માણસને બે સલામ તો કરવી પડે જ. એક તો જે કરવું હોય તે છાનગપતિયાં કર્યા વિના બેખૌફ કરનારને આપણે નફ્ફટ કહીયે પણ હિંમત  તો ખરી જ અને એ હિંમત માત્ર એ પૂરતી જ નહીં  .