પોસ્ટ્સ

એપ્રિલ 17, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચિનોય સેઠ ,જિનકે અપને ઘર શીશેં કે હો ,વો દૂસરો પર પથ્થર નહીં ફેંકા કરતે ...

છબી
ઇન્ડિયા એક બળાત્કારી દેશ છે , અહીં વસતા તમામ મારા ભાઈ બહેન બળાત્કારી છે. હું પોતે બળાત્કારી છું , આવું વાંચી ,સાંભળીને ઝાટકો લાગે ? ચોક્કસ લાગે પણ આ શબ્દ છે પાંચ  વર્ષના છોકરાના જે માસૂમ છોકરો રેપ શું છે જાણતો નથી પણ એને લાગે છે કે ઈંડિયા આખો રેપિસ્ટનો દેશ છે  . અને , એની માન્યતા માટે જવાબદાર છે આજનું મીડિયા , સેલફોન, વૉટ્સએપ અને માબાપ બનવા માટે નાલાયક એવી પ્રજા  .   જે દિકરીઓ પાશવી બળાત્કાર અને હત્યાનો ભોગ બની છે તેમની સાથે પૂરો ન્યાય થવો જોઇએ એ સૌથી પહેલી વાત. હવે બીજી મુખ્ય વાત. અચાનક જ કાલથી ઇસ્તાનબુલથી લઈને લંડન, પાકિસ્તાન, આરબ દેશોમાં રાતોરાત ઈન્ડિયા કેવો બળાત્કારીઓનો દેશ છે તેવું લખાણવાળા ટીશટૅ પહેરેલ પિક્ચર વાઈરલ થઈ ગયા. જેનું કારણ આ અબુધ પાંચ વર્ષના બાળકની માનસિકતા ઘડાઈ રહી છે તે  . ભલા માણસ, look whos talking???  જુઓ તો ખરા કોણ બોલે છે ને કોને કહે છે ? જે દેશમાં સ્ત્રી કરતાં ગાયની કિંમત વધુ હોય, તે દેશમાં ઇન્ડિયામાં થયેલા બનાવની ચર્ચા છે. એવા  દેશમાં જ્યાં આજે પણ કારોકારીની પ્રથા કાનૂનીરીતે માન્ય છે તે પાકિસ્તાનમાં આજે ઇન્ડિયા રહેવા અયોગ્ય દેશ છે