હયુ હેફનર !! ઓળખો છો આ નામને ?

હયુ હેફનર !! ઓળખો છો આ નામને ?

મગજ કસો એ પહેલા બીજી ઓળખાણ , પ્લે બોય મેગેઝીન યાદ છે ? આજની યુવા પેઢીને આ નામથી વિસ્મય નહીં થાય પણ ખરેખર અજાણ હોય શકે કારણ કે આજે  પોર્નોગ્રાફી આમ ચીજ થઇ ગઈ છે. ઓનલાઇન ઉપલબ્ધ અને એક સર્વે તો કહે છે કે સૌથી વધુ પોર્ન સાઈટ જોવામાં ભારતીયો નંબર ટુ પર છે. એટલે એક જમાનાના મશહૂર પોર્ન કે સોફ્ટ પોર્ન કહી શકાય એ મેગેઝીન વાંચનારા (જોનારા એમ વાંચો)મોટાભાગના લોકો આજે દાદા નાના થઇ ગયા હશે એટલે સ્વાભાવિકરીતે પ્યુરીટીયન કહી શકાય એવા , અણીશુદ્ધ હોવાનો દાવો કરનારાં પૈકીના એક , પણ ટૂંકમાં એકે જમાનામાં વર્લ્ડ ફેમસ મેગેઝીનના માલિક આજે અસલી  અપ્સરાઓના લોકમાં સિધાવ્યા  . આખી જિંદગી એક પ્લે બોયની જેમ ઉઘાડે છોગ રહેનાર વિષે કાલે તો ઘણું કઈંક લખાશે , એમની ફ્લૅમબૉયન્ટ લાઈફ સ્ટાઇલ એમની પત્ની , ગર્લફ્રેંડસ , એક જમાનામાં મુઘલ ને મહારાજાઓ રાખતા હતા એવા જનાના , હેરમની સંખ્યાને ઓવરટેક કરી જાય એટલી ગર્લફ્રેન્ડ્ઝ રાખનાર માણસને બે સલામ તો કરવી પડે જ.
એક તો જે કરવું હોય તે છાનગપતિયાં કર્યા વિના બેખૌફ કરનારને આપણે નફ્ફટ કહીયે પણ હિંમત  તો ખરી જ અને એ હિંમત માત્ર એ પૂરતી જ નહીં  .
સૌથી મહત્વની વાત સ્વતંત્ર નિર્ણય લેવાની અને એ પણ વીજગતિએ  . 
હેકનરે કારકિર્દી શરુ કરી હતી એસ્ક્વાયર  નામના મેગેઝીન સાથે.  કોપીરાઇટર તરીકે કામ કરતા હતા, 1952ની વાત છે , હેકનારને 5 ડોલરનું પ્રમોશન પણ નકારાયું ત્યારે હેફનર સમસમીને બેસી રહેવાને બદલે નોકરી જ છોડી દીધી  . આ હિંમતભર્યું પગલું તો કહેવાય પણ એવું તો લખો લોકો કરે ને બીજી જોબની શોધમાં લાગી જાય, અહીં હેકનાર જૂદા પડે છે. એને થયું જે લોકો ટેલેન્ટ ન પિછાણી  શકે એમને ત્યાં નોકરી શું કરવી ? પોતાનું જ મેગેઝીન ન કરવું ? 


કોઈ રાખે માને કે આમિર બાપનો દીકરો હશે. માબાપ ટીચર હતા એટલે કુટુંબની આર્થિક સ્થિતિ વિચારી શકાય, છતાં એમની જબાનમાં એવું તો શું જાદુ હશે કે નોકરી છોડ્યા પછી બે વર્ષમાં એણે  $ 600 ની બેંક લોન ઊભી કરી, અને 45 રોકાણકારોમાંથી 8,000 ડોલર ઊભા કરી નાખ્યા ,  જેમાં સૌથી વધુ માએ આપ્યા હતા. 1,000 ડોલર . એક ઇન્ટરવ્યૂમાં હયુ એ કહ્યું હતું કે મારી માએ એની   મહેનતના કમાઈથી બચાવેલી રકમ મને આપી દીધી કારણ કે એમને મારા સાહસમાં નહીં , મારામાં વિશ્વાસ હતો. 
એ  પછી પ્લે બોય શરુ થયું ને  ન્યૂડ મેરીલીન મનરોનું કવરપેજ ને 50,000 કોપીનું વેચાણ  ...

 એ બધી બહુ જાણીતી વાતો છે. 
પણ, માત્ર ન્યૂડ ફોટોગ્રાફ્સને કારણે પ્લે બોયનું સેલ હતું એવું લોકો મને છે મુખ્ય કારણ હતું સમાજ જેને ન સ્વીકારે એવી વાતોને પ્લેટફોર્મ આપવું  . એમાં મોટાભાગના વાચકો એવા હોય જે જાહેર જીવનમાં એક સિદ્ધાંતવળી હોવાનો દાવો કરતા હોય કે પોતાની જાતને સીધા સરળ માનતા હોય એ લોકો પણ વાંચીને આક્રોશમય પાત્રો લખતા  . ટૂંકમાં જે આજનું પત્રકારત્વ કરે છે તેમ સનસનાટીભરી સ્ટોરીઓ પણ એ રાજકારણ કે ક્રાઇમની નહીં બલ્કે સેક્સ, સોસાયટી , સોસાયટીમાં પ્રતિબંધિત ધારાધોરણોની  . જેમ કે એ સમયે હોમો અને લિસ્બો વિષે ન ચર્ચા થઇ શકતી કે ન એ વિષે કોઈ શબ્દ છાપતું હતું  .

એક જમાનામાં હેફનર જ્યાં કામ કરતા હતા તે  એસ્ક્વાયર મેગેઝિન   વિજ્ઞાન સાહિત્યની ટૂંકી વાર્તા  ધ ક્રૂકેડ મેન ને નકારી કાઢવામાં આવી, નકારવાનું કારણ હતું એમાં આવતી હોમો સેક્સુઆલિટીની વાત. વાર્તાનું પોટ જ એ હતું કે એક આખો સમાજ સમલિંગીઓનો છે અને એમાં એક હેટ્રો માણસ આવી ચઢે છે. પછી એ સમાજ જે એની સતામણી કરે છે એ વાર્તા છાપવાના ડરથી એસ્ક્વાયર ડરી ગયું  . એ તક હ્યુ હેફનરે રોકડી કરી. હેફનર પ્લેબોયમાં તેને પ્રકાશિત કરવા સંમત થયા. કહેવાની જરૂર નથી કે પ્લે બોયની ઓફિસમાં આક્રોશભર્યા પાત્રોનો ઢગલો થઇ ગયો .  હેફનેરે ટીકા અંગે પ્રતિભાવ લખ્યો હતો જેમાં તેમણે , "હોમોસેક્સ્યુઅલ સમાજમાંહેટ્રોસેક્સ્યુઅલને સતાવવાનું ખોટું હતું, તો પછી હેટ્રો સોસાયટી સમલિંગીઓને સતાવે છે તે પણ ખોટું જ થયું ને !!
આ વાતો છે છ દાયકા પહેલાની, જયારે માત્ર ભારતમાં જ નહીં આખા વિશ્વમાં સમાજ એક ચોક્કસ ચોકઠામાં જીવતો હતો. એનું મુખ્ય કારણ એ પણ ખરું કે  ત્યારે ટીવી સેટ પારણામાં હતો. 
ટીવીએ સમાજનું બંધારણ કેટલું બદલી કાઢ્યું છે એ આ વાતનો પુરાવો છે.  સોસાયટી આ માટે સજ્જ નહોતી , પ્લે બોયનો જેટલો વિરોધ થતો એનું વેચાણ વધતું  . હેકનરને કદીય પાછું ફરીને જોવું ન પડ્યું  .
હા, ઘણા બધા કેસનો સામનો કરવો પડ્યો એટલું જ નહીં એમને છેલ્લે શિકાગો , છોડવું પડ્યું પણ આખા વિશ્વમાં પ્લે બોય ફેમસ થઇ ગયું  .
હેકનર  લગભગ છેલ્લાં સમય સુધી એક્ટિવ હતા , પણ બિઝનેસ સાંભળતી હતી એમની દીકરી  . હેફનર બીઝી હતા પાર્ટીઓમાં , ટ્વીટર પર , ઇન્સ્ટાગ્રામ પર પોતાના પિક્ચર્સ ને  સામાજિક અપીલો પોસ્ટ કરવામાં  . એમની છેલ્લી ટવિટ હતી 19 ઓગસ્ટની ,અમેંરિકાને ધમરોળી ગયેલા વાવાઝોડાને કારણે થયેલાં અસરગ્રસ્તોની મદદ માટેની  .
એક ફ્રેઝ જાણીતો છે : લાઈફ ઇઝ આ પાર્ટી  ... દિલે કઈંક કહ્યું , દિમાગે એને પ્લાન કર્યું ને ડેસ્ટિનીએ બાકીનું પૂરું કર્યું  . આ નહીં તો શું કહી શકાય ?
પણ, આપણા આ મિસ્ટર પ્લે બોયનું જીવનચરિત્ર ચાર લાઈનમાં આવી જાય.

                                                                 



                                                                My life is a party
                                                                My home is the club
                                                                I party like a rock star
                                                                Hands up 'till I drop.... 



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Ladies Special

કભી આંસુ , કભી હંસી .....

આવજો સોનલબેન ...