જિંદગી કુછ ભી નહીં તેરી મેરી કહાની હૈ
કેટલીય વાર આપણે દિમાગથી લેવાના ફેંસલા દિલથી લઈએ છીએ , તો કેટલીયવાર દિલનું સાંભળીને દિમાગની એક ચેતવણી સુધ્ધાં ગણકારતા નથી.
જિંદગી તો એક જ મળી છે , એ વિષે લેવા પડતા ફેંસલા દિલથી લેવા કે દિમાગથી ? એ પ્રશ્ન તો હંમેશ રહ્યો છે ,ને રહેશે.
આ શ્રેણી છે સત્ય ઘટના પર આધારિત જિંદગીઓની . હરેક વ્યક્તિ સફળ થવા જ ઇચ્છતી હોય છે , કોઈક થાય છે કોઈક નહીં . દરેકની જિંદગીમાં એક કશમકશ ની પળ તો આવી જ હશે જયારે દિલ એક કહેતું હશે ને દિમાગ બીજું કઈંક ,ને દિલથી કે દિમાગથી લેવાયેલા ફેંસલામાં જિંદગી એવી રાહ પર પહોંચી ગઈ હોય કે જાણે નદીનો ધસમસતો પ્રવાહ .
એક મોડ પર જયારે એમાં થોડી શિથિલતા આવે અને પાછળ છૂટી ગયેલા અતીતને ઝાંકવાનો મોકો મળે ત્યારે ખ્યાલ આવે કે શું પામવા માંગતા હતા ને શું મળ્યું ?
ઘણી બધી સક્સેસ સ્ટોરીઓ છે ને પારાવાર નિરાશાભરી કથની પણ અને થોડી હજી સંબંધના રેશમી ધાગામાં રોજ રોજ ફાંસી ચઢતી ,બંધ બારણાં પાછળ પૂરી થતી જિંદગીઓની .
અલબત્ત, પાત્રોની ઓળખ છતી ન થાય એ માટે એમના નામ અને જાહેર વિગતો થોડી ફેરફાર જરૂર કર્યા છે.
જિંદગી ઔર કુછ નહીં
કાંટે કી નોક પર
છીલી હુઈ વો ઉંગલી હૈ
એક ક્ષણ જિસે વાપસ ખીંચ
ઝટક કર નિકાલા
ખૂન ચૂસ કર
વાપસ ફુલોં કે આકર્ષણ મેં ઉલઝ જાતે હૈ
પ્રતિભાવ અપેક્ષિત છે.
જો તમે તમારા ઓળખ ગોપિત રાખીને પણ શેર કરવા માંગતા હો તો આમંત્રણ છે.
ન દિલ સે હુઆ ન દિમાગ સે
જો હુઆ વો હોના હી થા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો