પોસ્ટ્સ

અંગકોરવાટના મંદિરો મહાકાય શ્રી યંત્ર હતા ?

છબી
અંગકોરવાટના મંદિરો શ્રી યંત્ર હતા ?  યાદ છે વર્ષો પૂર્વે આવેલી એન્જેલિના  જોલીની ફિલ્મ ટુમ્બ રેઇડર ? એન્જેલિના જોલી જે પોતાના ગુમાયેલા પિતાની શોધમાં જાપાન પાસે આવેલા એક રહસ્યમય ટાપુ પર પહોંચી જાય છે. આ ટાપુએ ભલભલાને મોહિત કરી નાખ્યા હતા ત્યારે નામ ઉજાગર થયું અંગકોર વાટનું . અલબત્ત , હિસ્ટ્રી ને આર્કિયોલોજીના ચાહકો માટે આ નામ ક્યારેય અજાણ્યું નહોતું પણ એને એક નવી ઊંચાઈ મળી આ ફિલ્મથી  . દર વર્ષે પચાસ લાખથી વધુ ટુરિસ્ટ અહીં આવે છે.  ફિલ્મમાં જોઈને અચંબિત થઈ બેસી રહેવા જેવું આ ટેમ્પલ કોમ્પ્લેક્સ નથી. પૈસા ને સમય બંનેની સુવિધા હોય તો એક અઠવાડિયું પણ ઓછું પડે એવું રહસ્યમય છે આ સ્થાપત્ય  . કંબોડિયા જેને માટે પ્રસિદ્ધ છે તે અંગકોર વાટ મંદિરમાં મંદિર તો 100થી વધુ છે  મુખ્ય ત્રણ મંદિર છે વિષ્ણુ , બ્રહ્મા સરસ્વતી ને શિવના  . સૌથી મોટું પ્રભાવશાળી મંદિર  તો વિષ્ણુનું છે.  એ સિવાય તો ઘણા મંદિર છે , મંદિરની પરિસરમાં થયેલા કોતરણીકામમાં હનુમાન , કુબેર, રામાયણ, મહાભારતના પ્રસંગોથી લઈને સમુદ્રમંથન અને રાજવી સૂર્યવર્...

Ladies Special

છબી
આજકાલ  આપણો  મોસ્ટ ફેવરીટ એવો અક્ષયકુમાર સેનેટરી નેપકીન વિશેની વાત કરી રહ્યો છે. પેડમેન ફિલ્મ આવી રહી છે એટલે સ્વચ્છ ભારત અને હાઇજીન વિષે કેળવણી નિઃશંકપણે જરૂરી છે. જે આપણે ત્યાં તો છે જ નહીં  . ગંદકી અને કામચોરી ભારતીય માનસમાં જાણે અજાણે એવા સેટ થઇ ગયા છે કે એમાં કોઈને નવાઈ પણ નથી  લાગતી  . આ સમયે પ્રશ્ન એ થાય છે કે  વિશ્વમાં કયો સમાજ સૌથી સુસંસ્કૃત? પહેલા આ  પ્રશ્ન થતો ત્યારે એક જ ઉત્તર મળતો, જે સમાજમાં પેપરનો ઉપયોગ સૌથી વધુ થતો હોય તે. એટલે કે જે સમાજમાં અખબારથી લઇ પુસ્તકો વધુ વંચાય તે સમાજ સ્વાભાવિકપણે ઉચ્ચ કક્ષાનો હોવાનો. પણ, દરેક સમયને પોતાના નવા પરિમાણ હોય છે. જેમ કે હાલ સમય છે પેપરલેસ ઓફિસનો. નાનામાં નાની વાતોમાં કાગળનો, પાણીનો બચાવ કઈ રીતે કરવો તે હવે બાળકોને સ્કૂલમાંથી , નાનપણથી શીખવવું જરૂરી છે એમ સમજાતું થયું છે પણ છેલ્લાં દોઢ દાયકામાં આ પરિસ્થિતિ બદલાઈ ચુકી છે. આજે કાગળનો વેડફાટ અને બિનજરૂરી વ્યય કરનારાં લોકો હોય કે માધ્યમોને વક્રદ્રષ્ટિથી જોવામાં આવે છે. એમ કેમ ? એનો ઉત્તર છે માનવજાતે કરેલી ડિજીટલ ક્રાંતિ. એ ક્રાંતિએ કાગ...

માઈક્રો ફિક્શન : દાન

છબી
સવારના પહોરમાં  લક્ષ્મીનારાયણના મંદિરની સામે ભિક્ષુકોની ભીડ જમાવી શરુ થઇ ગઈ હતી. બ્લેક ચમકતી કારમાં શેઠાણી પધાર્યા  . ડ્રાઈવરે ડોર ખોલ્યું એટલે શેઠાણી ઉતર્યા, એક ભાવુક નજર ભિક્ષુકો પર નાખી મંદિરમાં અંતર્ધાન થઇ ગયા તે પૂરા કલાકની પૂજા પછી બહાર આવ્યા  .  ત્યાં સુધીમાં સાથે આવેલા ડ્રાઈવર અને માણસે ડિકીમાં મૂકેલા બોક્સ  ઉતારી લીધા હતા, એકમાં હતા નાસ્તાના પેકેટ , બીજામાં હતા ફળ ને ત્રીજામાં બ્લેન્કેટ  . ઠંડીનો ચમકારો શરૂ થયો હતો એટલે ભિક્ષુકોની આંખમાં ચમકારો આવી ગયો. એક પછી એક તમામનો વારો આવી ગયો. બાકી રહ્યો એક ભિક્ષુક, એ પોતાની જગ્યા છોડીને ન આગળ આવ્યો ન તો દાન લેવાની ઈચ્છા બતાડી  . શેઠાણી જરા વિચારમાં પડ્યા , બિચારો લાચાર , કદાચ સંકોચ થતો હશે ! એવું કંઈંક વિચારી શેઠાણી પાસે ગયા : ભાઈ , આ ભગવાને આપેલું છે , હું તો નિમિત્ત છું.  શેઠાણીની નમ્રતા સામે ભિક્ષુકે હાથ જોડ્યા : માજી , પણ , તમારું દાન કેમ ખપે ? તમે આપેલું આ દાન ઓછું  છે ? યાદ છે તમારા બિલ્ડિંગના નાકે કેળાં વેચતો ફેરિયો ? તમે પાલિકામાં  ફરિયાદ કરીને એકવાર નહીં ઘણીવાર...

હયુ હેફનર !! ઓળખો છો આ નામને ?

છબી
હયુ હેફનર !! ઓળખો છો આ નામને ? મગજ કસો એ પહેલા બીજી ઓળખાણ , પ્લે બોય મેગેઝીન યાદ છે ? આજની યુવા પેઢીને આ નામથી વિસ્મય નહીં થાય પણ ખરેખર અજાણ હોય શકે કારણ કે આજે  પોર્નોગ્રાફી આમ ચીજ થઇ ગઈ છે. ઓનલાઇન ઉપલબ્ધ અને એક સર્વે તો કહે છે કે સૌથી વધુ પોર્ન સાઈટ જોવામાં ભારતીયો નંબર ટુ પર છે. એટલે એક જમાનાના મશહૂર પોર્ન કે સોફ્ટ પોર્ન કહી શકાય એ મેગેઝીન વાંચનારા (જોનારા એમ વાંચો)મોટાભાગના લોકો આજે દાદા નાના થઇ ગયા હશે એટલે સ્વાભાવિકરીતે પ્યુરીટીયન કહી શકાય એવા , અણીશુદ્ધ હોવાનો દાવો કરનારાં પૈકીના એક , પણ ટૂંકમાં એકે જમાનામાં વર્લ્ડ ફેમસ મેગેઝીનના માલિક આજે અસલી  અપ્સરાઓના લોકમાં સિધાવ્યા  . આખી જિંદગી એક પ્લે બોયની જેમ ઉઘાડે છોગ રહેનાર વિષે કાલે તો ઘણું કઈંક લખાશે , એમની ફ્લૅમબૉયન્ટ લાઈફ સ્ટાઇલ એમની પત્ની , ગર્લફ્રેંડસ , એક જમાનામાં મુઘલ ને મહારાજાઓ રાખતા હતા એવા જનાના , હેરમની સંખ્યાને ઓવરટેક કરી જાય એટલી ગર્લફ્રેન્ડ્ઝ રાખનાર માણસને બે સલામ તો કરવી પડે જ. એક તો જે કરવું હોય તે છાનગપતિયાં કર્યા વિના બેખૌફ કરનારને આપણે નફ્ફટ કહીયે પણ હિંમત  તો ખરી જ અને એ હિંમત મ...

आए ठहरे और रवाना हो गए, ज़िंदगी क्या है, सफ़र की बात है।

છબી
નવરાત્રિ શક્તિપૂજન   માટે છે. શક્તિ એટલે એ જે સર્જન ને સંહાર બંને કરી શકે છે. જન્મ આપનાર શક્તિ એક જ હોય શકે , એટલે જ એ પૂજનીય છે. સ્ત્રી પોતે કેવી શક્તિ છે એ વાતથી એ પોતે જ અજાણ છે , બાકી શક્ય છે પુરુષપ્રધાન સમાજનું નિર્માણ થાય ને જેને જન્મ આપ્યો હોય તે જ અવહેલના કરે? એવી મંજૂરી કોણ આપે છે ? દિલ ? દિમાગ ? કે પછી સંજોગો ?  જેને ભાગ્ય કહેવાય છે એવું કઈંક ? વાત માત્ર સ્ત્રીની , શક્તિની નથી. વાત છે ઈચ્છાશક્તિની પણ , સ્ત્રી હોય કે પુરુષ સૌથી મોટું પરિબળ છે અંતરમન . આજની વાત છે શ્રેયા પટેલની  . શ્રેયાબેન પહોંચ્યા છે સિત્તેરની નજીક પણ જુઓ તો લાગે કે પચાસીમાં છે. એકદમ અપટુડેટ કપડાં અને એક ઘડી નવરાં  ન બેસવાની ટેવને કારણે એ હજી યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિથી કામ કરી શકે છે. મેડિકલ પ્રોબ્લેમ કોઈ નહીં , નાણાકીય સમસ્યા કોઈ નહીં, કુટુંબની લપ્પનછપ્પન જરા ય નહીં પણ છેલ્લાં થોડાં વર્ષથી કોઈક અજબ અજંપો એમને જંપવા નથી દેતો  . અકારણે રડવું આવ્યા જ કરે. રાતોની રાતો આંખ મટકું ન મારે  આ સિવાય બીજી કોઈ ફરિયાદ પણ નથી. શ્રેયાબેનની ઉંમરની સખીઓ કહે છે કે આ ...

જિંદગી કુછ ભી નહીં તેરી મેરી કહાની હૈ

છબી
કેટલીય વાર આપણે દિમાગથી લેવાના ફેંસલા દિલથી લઈએ છીએ , તો કેટલીયવાર દિલનું સાંભળીને દિમાગની એક ચેતવણી સુધ્ધાં ગણકારતા નથી. જિંદગી તો એક જ મળી છે , એ વિષે લેવા પડતા ફેંસલા દિલથી લેવા કે દિમાગથી ? એ પ્રશ્ન તો હંમેશ રહ્યો છે ,ને રહેશે. આ શ્રેણી  છે સત્ય ઘટના પર આધારિત  જિંદગીઓની . હરેક વ્યક્તિ સફળ થવા જ ઇચ્છતી હોય છે , કોઈક થાય છે કોઈક નહીં  . દરેકની જિંદગીમાં એક કશમકશ ની પળ તો આવી જ હશે જયારે દિલ  એક કહેતું હશે ને દિમાગ બીજું કઈંક ,ને  દિલથી કે દિમાગથી લેવાયેલા ફેંસલામાં જિંદગી એવી રાહ પર પહોંચી ગઈ હોય કે જાણે નદીનો ધસમસતો પ્રવાહ  . એક મોડ પર જયારે એમાં થોડી શિથિલતા આવે અને પાછળ છૂટી ગયેલા અતીતને ઝાંકવાનો મોકો મળે ત્યારે ખ્યાલ આવે કે શું પામવા માંગતા હતા ને શું મળ્યું ? ઘણી બધી સક્સેસ સ્ટોરીઓ છે ને પારાવાર નિરાશાભરી કથની પણ અને થોડી હજી સંબંધના રેશમી ધાગામાં રોજ રોજ ફાંસી ચઢતી ,બંધ બારણાં પાછળ પૂરી થતી જિંદગીઓની  .  અલબત્ત, પાત્રોની ઓળખ છતી ન થાય એ માટે એમના નામ અને જાહેર વિગતો થોડી ફેરફાર જરૂર કર્યા છે. જિંદગી ઔ...